ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત્, આજે 1280 નવા પોઝિટિવ કેસ, 14ના મોત

અમદાવાદ, તા. 31 ઓગસ્ટ 2020, સોમવાર

રાજ્યમાં કોરોનાનો કેર યથાવત્ રહ્યો છે. એક દિવસમાં નોંધાતા સંક્રમિતોનો આંકડો ચિંતાજનક છે. એમાં પણ ઓગસ્ટ મહીનો આકરો રહ્યો. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં નોંધાતા પોઝિટિવ કેસના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1280 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 14 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કુલ 3022 દર્દીઓના મોત થયાં છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1025 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે.

આજે નોંધાયેલા કુલ 1280 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 171 અને જિલ્લામાં 86 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 147 અને જિલ્લામાં 26 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 93 અને જિલ્લામાં 35 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 84 અને જિલ્લામાં 34 કેસ નોંધાયા છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 79 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 15,552 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 77,782 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 3022 થયો છે.

જામનગર શહેર અને જીલ્લામાં સતત ત્રીજા દિવસે કોરોનાની સદી

જામનગર શહેર અને જિલ્લામાં કોરોના ની સતત ત્રીજા દિવસે સદી થઈ છે, શનિવારે 103, અને રવિવારે 101 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી સતત ત્રીજા દિવસે સોમવારે 110 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જો કે ડિસ્ચાર્જ થનારા દર્દીઓ ના રેટમાં વધારો થયો છે. એક જ દિવસમાં ડિસ્ચાર્જ થનારા દર્દીઓની પણ સદી થઇ છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો