જામનગર ગ્રામ્ય પંથકમાં 3.4 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
જામનગર, તા. 30 ઓગસ્ટ 2020 રવિવાર
જામનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી ભૂકંપના આંચકા શરૂ થયા છે. તો મોડી રાત્રે ગ્રામ્ય પંથકમાં ફરી ભૂકંપના આંચકા આવ્યા છે. કાલાવડના ગ્રામ્ય પંથકમાં આ આંચકા અનુભવાયા છે.
ભૂકંપની તીવ્રતા 3.4 માપવામાં આવી છે. બે દિવસના વિરામબાદ ફરી ભૂકંપનો સિલસિલો શરૂ થયો છે. આ ભૂકંપના આંચકા મોડી રાત્રે 2.21 કલાકે આવ્યા હતા.
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાથી 29 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ જોવા મળ્યું છે.
જામનગર જિલ્લામાં છેલ્લા થોડા દિવસથી ભૂકંપના આંચકા જોવા મળી રહ્યાં છે. પાંચ દિવસ પહેલા પણ 24 કલાકની અંદર પાંચ આંચકા અનુભવતા લોકોમાં ફફડાટ છવાયો હતો. આ પહેલા પણ 2.5ની તીવ્રતા જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
Comments
Post a Comment