પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું લાંબી માંદગી બાદ 84 વર્ષની વયે નિધન
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 31 ઓગસ્ટ, 2020, સોમવાર
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું લાંબી માંદગી બાદ દિલ્હીની હોસ્પિટલમાં નિધન થયું હતું. 84 વર્ષના પ્રણવદાની 10મી ઓગસ્ટથી સારવાર ચાલતી હતી. તેમની બ્રેઈન સર્જરી થઈ હતી. એ પછી સતત તબિયત નાજુક થતી જતી હતી. તેમનો કોરોના રીપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને 10મી ઓગસ્ટથી દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમની બ્રેઈન સર્જરી થઈ હતી. મગજમાં લોહીના ક્લોટ્સ જામી ગયા હોવાથી તે સર્જરી કરીને દૂર કરાયા હતા. એ દરમિયાન કોરોનાનો રીપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. સર્જરી પછી પણ તેમની સિૃથતિ ખૂબ જ નાજુક હતી. કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની જાણકારી ખુદ પ્રણવદાએ જ ટ્વીટ કરીને આપી હતી.
પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત મુખર્જીએ પ્રણવદાના નિધનની જાણકારી આપી હતી. દિલ્હીની કેંટ સિૃથત આર્મી રીસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં તેમનો ઈલાજ ચાલતો હતો. હોસ્પિટલે કહ્યું હતું કે તેમના ફેંફસામાં ઈન્ફેક્શન વધી ગયું છે અને તેના કારણે તેમની સિૃથતિ સતત ખરાબ થતી જાય છે. પ્રણવદા ઘણા દિવસથી કોમામા હતા. તેમને વેન્ટિલેટર સપોર્ટમાં રખાયા હતા.
પર્યાપ્ત ઓક્સિજન ન મળવાના કારણે તેમના એક પછી એક અંગો કામ કરતા બંધ થતા જતા હતા. કેન્દ્ર સરકારે પૂર્વ રાષ્ટ્રપતિના નિધન પછી સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. પૂર્વ રાષ્ટ્રપતિના પરિવારમાં બે દીકરા અને એક દીકરી છે. રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળમાં તેમણે રાષ્ટ્રપતિ માટે પરંપરાગત રીતે વપરાતો આવતો મહામહિમ શબ્દ ન ઉપયોગ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો.
જ્યારે પ્રણવદાએ સંઘનું આમંત્રણ સ્વીકાર્યું...
2018માં સંઘના અિધવેશનમાં વકતવ્ય આપવા માટે પ્રણવદાને આમંત્રણ અપાયું હતું. કોંગ્રેસમાં તેનો ખૂબ જ વિરોધ થયો હતો. બધી જ અટકળો વચ્ચે પ્રણવદાએ નાગપુરના મંચ પરથી સંબોધન કર્યું હતું અને ખૂબ જ અસરકારક મેસેજ આપ્યો હતો. પ્રણવદાએ સંઘના મંચ પરથી બંધારણની સમાનતાનો સંદેશ આપતા કહ્યું હતું કે સંવિધાનમાં આસૃથા હોય એનાથી મોટો રાષ્ટ્રવાદ બીજો કોઈ નથી.
ટ્વીટર ભાવસભર અંજલિથી ઉભરાયું
સોશિયલ મીડિયામાં યુઝર્સે પ્રણવદાને ભાવસભર અંતિમ વિદાય આપી હતી. ટ્વીટરમાં પ્રણવદાનો ટ્રેન્ડ બન્યો હતો. પ્રણવદાના નિધનના સમાચાર પછી તુરંત જ #પ્રણવમુખર્જી ટ્વીટરમાં ટોપ ટ્રેન્ડ બન્યો હતો. #આરઆઈપીપ્રણવદા, #પ્રેસિડેન્ટ, #ભારતરત્ન, #રેસ્ટ ઈન પીસ સર, િ#પ્રણવ મુખજી (ેહિન્દીમાં)ર્ જેવા છએક ટોપટ્રેન્જ જોતજોતામાં બની ગયા હતાં.
Comments
Post a Comment