પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું 84 વર્ષની વયે નિધન

અમદાવાદ, તા. 31 ઓગસ્ટ 2020, સોમવાર

દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું લાંબી માંદગી બાદ આજે નિધન થયું છે. તેઓ 21 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. તેમના પુત્ર અભિજિત મુખર્જીએ ટ્વીટ કરીને પ્રણવ મુખર્જીના નિધનની જાણકારી આપી.

કોંગ્રેસના સિનિયર નેતા પ્રણવ મુખર્જીનો જન્મ 11 ડિસેમ્બર 1935ના રોજ પશ્ચિમ બંગાળ ખાતે થયો હતો. તેઓ દેશના 13માં રાષ્ટ્રપતિ હતા. 2012ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં કોંગ્રેસ અને યુ.પી.એ. તથા સાથી પક્ષોનાં ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા તથા 22 જૂલાઈ, 2012ના રોજ રાષ્ટ્રપતિ પદે ચૂંટાઈ આવ્યા હતા. રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી નોંધાવ્યા પછી તેમણે તમામ રાજકીય પદો પરથી રાજીનામુ આપ્યું હતું.

લગભગ પાંચ દાયકા જેટલી તેમની રાજકિય કારકિર્દી રહી. તેઓ જુલાઈ 1969માં રાજ્યસભાના સભ્ય બન્યા હતા. ત્યાર પછી તેઓ 1975, 1981, 1993 અને 1999માં પણ ચુંટાયા હતા. મનમોહિન સિંઘની બીજી સરકારમાંતેઓ ભારતના નાણાં પ્રધાન બન્યા. અગાઉ 1980માં પણ આ પદ તેઓ સંભાળી ચૂક્યા હતા. તેમને 2019માં સર્વોચ્ચ પુરસ્કાર ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આપી શ્રદ્ધાંજલી

પ્રણવ મુખર્જીના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરીને શ્રદ્ધાંજલી આપી. તેમણે લખ્યું કે, પ્રણવ મુખર્જીના નિધનના સમાચાર જાણીને દુ:ખ થયું. તેમનું જવું એક યુગનો અંત છે. પ્રણવ મુખર્જીએ દેશની સેવા કરી, આજે તેમના જવાથી સમગ્ર દેશ દુ:ખી છે. અસાધારણ વિવેક ધની, ભારતરત્નશ્રી મુખર્જીના વ્યક્તિત્વમાં પરંપરા અને આધુનિકતાનો અનોખો સંગમ હતો, 5 દશકથી પોતાના શાનદાર જાહેર જીવનમાં તેમના ઉચ્ચ પદો પર રહેવા છતાં સદા જમીન સાથે જોડાયેલા રહ્યાં, પોતાના મિલનસાર સ્વભાવના કારણે તેઓ રાજનીતિ ક્ષેત્રમાં તેઓ સર્વને પ્રિય હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી પ્રણવ મુખર્જીના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, ભારતરત્નશ્રી પ્રણવ મુખર્જીના નિધન અંગે ભારતને શોક છે. તેમણે આપણા રાષ્ટ્રના વિકાસના માર્ગ પર એક અસીલ છાપ છોડી દીધી છે. એક વિદ્વાન સમાનતા, એક પ્રચંડ રાજકારણી, રાજકીય સ્પેક્ટ્રમ અને સમાજના તમામ વર્ગ દ્વારા તેમની પ્રશંસા કરવામાં આવી હતી.


10 ઓગસ્ટના રોજ ટ્વિટ કરી કોરોના પોઝિટીવની માહિતી આપી હતી
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી 10 ઓગસ્ટના રોજ કોરોના વાઇરસથી પોઝીટીવ થયા હતા. પ્રણવ મુખર્જીએ ખુદ ટ્વીટ કરી આ માહિતી આપી છે. પ્રણવ મુખર્જીએ ટ્વીટ કરી લખ્યું હતુ કે આ વખત હોસ્પિટલમાં રૂટીન ચેકઅપ વખતે મારો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તેમણે આગળ લખ્યું હતું કે છેલ્લા એક અઠવાડિયામાં મારા સંપર્કમાં આવેલા લોકોને વિનંતી કરૂ છું કે તેઓ તમામ લોકો ટેસ્ટ કરાવે અને આઇસોલેટ થઇ જાય. કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રણવ મુખર્જી 2012થી 2017ની વચ્ચે રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. વર્ષ 2019માં કેન્દ્ર સરકારે પ્રણવ મુખર્જીને સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી સન્માનિત કર્યાં હતા.

11 ઓગસ્ટના રોજ બ્રેન સર્જરી પછી પ્રણવ મુખર્જીની સ્થિતિ નાજુક, વેન્ટીલેટર પર રખાયા
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની બ્રેન સર્જરી કર્યા પછી તેમની હાલત વધુ બગડતા તેમને અત્રેની આર્મીઝ  રિસર્ચ એન્ડ રેફરલ  હોસ્પિટલમાં વેન્ટીલેટર પર રખાયા હતા. 84 વર્ષના પ્રણવ મુખર્જીને સોમવારે મિલિટ્રી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને તેમનો કોરોનાનો ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો હતો, એમ હોસ્પિટલે કહ્યું હતું. 'પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને દસ ઓગસ્ટે 12:07 વાગે દિલ્હી કેન્ટોનમેન્ટમાં આર્મીઝ રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં દાખલ કરાયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન જાણ થઇ હતી કે તેમના મગજમાં ગાંઠ છે જેના માટે સર્જરી કરાઇ હતી.સર્જરી પછી પણ તેમનીસિૃથતીમાં કોઇ જ સુધારો દેખાયો નથી અને તેઓ ગંભીર અવસૃથામાં હતા,અંતે તેમને વેન્ટીલેટર પર રખાયા હતા'એમ મેડિકલ બુલેટિનમાં કહેવામાં આવ્યું હતું. પૂર્વ રાષ્ટ્રપતિની તબીયત અંગે ડોકટરોની એક ટીમ સતત તેમનું નિરિક્ષણ કરી રહી હતી. સોમવારે મુખર્જીએ  ટ્વિટ કરીને પોતે કોરોના પોઝિટિવ બન્યાની વાત કહી હતી. તેમણે જે જે લોકો તેમના સંપર્કમાં આવ્યા હતા તે તમામને કોરોના ટેસ્ટની સલાહ આપી હતી.

12 ઓગષ્ટના રોજ પ્રણવ મુખર્જીની દીકરી શર્મિષ્ઠાએ કરી ભાવુક કરી દેતી કરી હતી ટ્વિટ
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની સ્થિતિ ખૂબ જ નાજુક છે ત્યારે તેમની દીકરી શર્મિષ્ઠા મુખર્જીએ પિતાની નાજુક સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. શર્મિષ્ઠાએ ટ્વિટ કરી હતી કે, ઠીક એક વર્ષ પહેલા તેમના પિતાને ભારત રત્ન વડે સન્માનિત કરવામાં આવેલા અને એક વર્ષ બાદ આજે તેઓ ગંભીર રીતે બીમાર છે.  શર્મિષ્ઠા મુખર્જીએ ટ્વિટમાં લખ્યું હતું કે, 'ગત વર્ષે 8 ઓગષ્ટના રોજ મારા માટે સૌથી વધુ ખુશીનો દિવસ હતો કારણ કે મારા પિતાને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઠીક એક વર્ષ બાદ 10 ઓગષ્ટે તેઓ ગંભીર રીતે બીમાર પડ્યા છે. ભગવાન તેમના માટે બધું જ સારૂ કરે તથા મને જીવનના સુખ અને દુખ બંને સમાન ભાવથી સ્વીકાર કરવાની શક્તિ આપે. હું તેમના માટેની ચિંતાને લઈ તમામનો ઈમાનદારીપૂર્વક આભાર માનું છું.'

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો