ડોન્કી અદ્રશ્ય થઇ રહ્યા છે....ખલનાયક ચીન


- ડોન્કીની સ્કીનમાંથી મળતું તત્વ  કોસ્મેટીકસમાં વપરાય છે, એટલે ચીને તેનો ખાત્મો બોલવવા શરૂ કર્યો છે

ચીનમાં લાખો ડોન્કીને મારી નખાયા હતા. તેમની વસ્તી ઘટવા લાગી હતી.  ૨૦૧૪માં ચીનની કંપનીએ સાત લાખ ડોન્કીની સ્કીન ઉતરડી નાખી હતી અને ૨૦૧૮માં તે સંખ્યા ૧૦ લાખ પર પહોંચી હતી

કેટલાંક વર્ષો થાય છે ને દુખાવા તેમજ કેન્સર જેવી બિમારી મટાડતી પ્રાણીઓના અંગોમાંથી બનાવેલી દવાઓની ચીન જાહેરાતો કર્યા કરે છે. પ્રાણીઓમાંથી બનાવેલી દવાઓ અસર કરે છે કે નહીં તે કોઇ જોતું નથી. જેમકે ટોટોબા. આ એક  પ્રકારની ફીશ છે જે મેક્સિકોના એક તળાવમાંથી મળી આવે છે. ચીનને તેના પેટમાં રહેલા સ્વીમ બ્લેડરની જરૂર હોઇ તળાવની તમામ માછલીઓનો સફાયો થઇ ગયો છે.

એવીજ રીતે ગેંડાના નાકમાંના વાળની ડિમાન્ડ છે (જેના કારણે ગેંડાની એક જાતિ તો લુપ્ત થવાના આરે આવી ગઇ છે અન્ય કેટલીક જાતોના કેટલાક સો ગેંડા જીવતા છે).  ભારતીય રીંછનું પેનક્રીયાસ, પેંગોલીનના (કીડીખાઉ) શરીર પરના ભીંગડાનો ઉપયોગ ચીન હતાશ લોકો, સતત રડયા કરતા છોકરાની સારવાર, જે સ્ત્રીને વળગાડ જેવું હોય કે મલેરીયાનો તાવ હોય કે બહેરાશ હોય તે નિવારવા કરે છે. ચીને ભારત સહીતના અડધો ડઝન દેશોમાંથી પોંગોલીનનો સફાયો કરી નાખ્યો છે.

ભારતના વાઘ અને શાર્કનો શિકાર તેમના અંગો માટે કરાય છે. આફ્રિકાના મોટાભાગના હાથીઓનો સફાયો થઇ ગયો છે, પક્ષીઓને પાંજરામાં પુરી રાખવાના ચીનના શોખના કારણે ઓસ્ટ્રેલિયાના લાખો પક્ષીઓ અદ્રશ્ય થઇ ગયા છે. જેને ખાઇ શકાય એવા પોચા દરિયાઇ જીવ કહેવાય તે અંબેલેન સૂકાઇ જાય તે ખાવાનો લોકોને શોખ હોય છે. ચીનમાં તેનો ભાવ એક પાઉન્ડના ૯૦ ડોલર છે. 

આવી ચીજો મેળવવા ગુનાખોરી કરાય છે. દક્ષિણ આફ્રિકામાં લાખો રૂપિયાની હેરાફેરી પણ થાય છે જેના કનેક્શન ડ્રગ ટ્રેડ સુધીના હોય છે.  પર્યાવરણ પ્રેમી દેશો પ્રાણીઓને લુપ્ત થતા બચાવવા પ્રયાસો કરી રહ્યા છે. હવે ગધેડાનો વારો આવ્યો છે. ગધેડામાંથી જીલેટીન મળી આવે છે. ચીનની પ્રાચીન દવાઓમાં તે એક તત્વ તરીકે વપરાય છે. જને ઇજીઆઓ (ejiao) કહે છે. આ જીલેટીન ત્રણથી ચાર ઇંચના ત્રિકોણ કે ચોરસ બોક્સમાં વેચાય છે. તે ડ્રાય ગ્લૂ પ્રકારનું હોઇ થોડું સખત્ત, થોડુંં બ્રાઉન કલરનું અને ચમકતું હોય છે.

કહે છેકે તે લોહીને સમૃધ્ધ બનાવે છે (સમૃધ્ધનો જે અર્થ કરવો હોય તે કરી શકાય)હાડકા મજબૂત બનાવે છે, આળસ દુર કરે છે, એનિમિયા મટાડે છે, અનિંદ્રા મટાડે, મિસ કેરેજમાથી મુક્તિ આપે, બ્લીડીંગ અટકાવે છે, સૂકી ખાંસી મટાડે છે, ફેફસા કિડનીના રોગો મટાડે છે, મનમાં કોઈ ડર હોય તો તે નિવારે છે. ચીનના લોકો ડોન્કી ગ્લૂ , અખરોટ કે અન્ય ડ્રાય ફ્રૂટ સાથે મિકસ કરીને સ્નેક બાર બનાવીને ખાય છે. આ ફૂડ ગુ યુઆન ગાઓ તરીકે ઓળખાય છે. 

ઇજીઆઓ ને લીકર સાથે પણ મિક્સ કરવામાં આવે છે. તે ઉંમર છુપાવતા ક્રિમ તરીકે , લાલ ગુલાબી ગાલ માટે તેમજ ચમકતી સ્કીન માટે વપરાય છે. પૌષ્ટીક આહાર ખવડાવીને તગડો બનાવેલ બ્લેેક કલરના ગધેડામાંથી મેળવવામાં આવે છે. જેના કારણે  બ્લેક કલરના ગધેડા મળતા બંધ થઇ ગયા છે એટલે ફેક (બનાવટી) ઇજીઆઓ બનવા લાગ્યા છે. ઘોડા,ઉંટ, ડુક્ક્રર તે ઠીક પણ જુના બુટમાંથી પણ તે મેળવાય છે. તેનાથી પણ લોકો સારા થતા જોવા મળે છે.

ઇજીઆઓના ઇતિહાસ પર નજર કરીએ તો ચીનની પ્રાચીન દવાઓમાં તે વર્ષોથી વપરાતું આવ્યું છે. તે પ્રાણીની સ્કીનમાંથી લેવાતું હોવાનેા ઉલ્લેખ છે. પીપલ્સ રિપબ્લીક એાફ ચીનના ફાર્માકોબિયાની ૧૯૯૦,૧૯૯૫ અને ૨૦૦૦ની એડીશનમાં એમ લખ્યું છે કે ડોન્કીમાંથી મળતું જીલેટીનજ સર્ટીફાઇડ ઈજીઆઓ પ્રોડક્ટ કહી શકાય. તરતજ બિઝનેસ કરનારાઓએ આ વાતને પકડી લીધી હતી અને બ્યુટી પ્રોડક્ટમાં તેનો ઉપયોગ શરૂ કરતાં ડેાન્કીની સ્કીનની માંગમાં ધરખમ વધારો થયો હતો.

ચીનમાં લાખો ડોન્કીને મારી નખાયા હતા. તેમની વસ્તી ઘટવા લાગી હતી. ડોન્કીને છુપાવવાનું મોંઘુ થવા લાગ્યું હતું કેમકે તેનું મટન કિલોએ ૩૦૦ પાઉન્ડના ભાવે વેચાતું હતું. પોતાને ત્યાં ડોન્કી ખલાસ થયા એટલે અન્ય  દેશોમાં ચીન તેનો શિકાર કરવા લાગ્યું હતું. જેનો વેપાર  મેંગોલીયાથી શરુ કરાઇને અફઘાનિસ્તાન, આફ્રિકા થઇને સાઉથ અમેરિકા સુધી પહોંચ્યો હતો. 

દશ વર્ષમાંતો વિશ્વભરમાં ડોન્કીના ભાવ વધી ગયા હતા. આફ્રિકાના દેશોએ નોંધ્યું હતું કે તેમને ત્યાં ડોન્કીનો સફાયો થઇ ગયો છે. યુગાન્ડા, ટાન્ઝાનિયા, બોટ્સવાના, માલી, વગેરેએ ચીનમાં ડોન્કીની નિકાસ પર પ્રતિબંધ મુકી દીધો હતો. પ્રતિબંધના કારણે બ્લેક માર્કેટમાં ડોન્કીની ડિમાન્ડ વધી હતી. ચીનના એજન્ટો રાત્રે ગામે ગામ ફરીને ડોન્કીને પકડે છે અને  ઓન ધ સ્પોટ તેની ચામડી ઉતરડી નાખે છે. નજરે જોનારનું કહેવું છે કે ડોન્કીના બચ્ચાના ગળા કાપીને ચામડી ખેંચી લેવાય છે. શું ભારત આવા ગેરકાયદે ચામડી ઉતરડી નાખવામાંથી બચી શક્યું છે ખરું?

છેલ્લે તમે ડોન્કી ક્યારે જોયો તે યાદ છે? છેલ્લે ગણત્રી કરાઇ ત્યારે તેમની વસ્તીમાં ૪૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો. છેલ્લા બે વર્ષમાં ૩૦ લાખથી વધુ ડોન્કીનો સફાયો કરી દેવાયો છે. હકીકત એ છે કે વાઇલ્ડ લાઇફ માફિયા કે જે વાઘની સ્કીન અને તેના શરીરના પાર્ટ વેચતા હતા તે લોકો એ તેમનું ધ્યાન ડોન્કી પર કેન્દ્રીત કર્યું હતું. ચીનમાં ઇજાઆઓનું વેચાણ ૨૦૦૮માં ૬.૪ અબજ યુઆનનું હતું તે ૨૦૧૬માં ૩૪૨.૨ અબજ પર પહોંચી ગયું હતું. ચીનમાં ડોન્કીની સંખ્યા ૧૧ મિલીયન હતી તે આજે ઘટીને એક  મિલિયન થઇ ગઇ છે. દર વર્ષે બેથી ત્રણ મિલિયન ડોન્કી સંતાડેલા મળી આવે છે.

અનેક દેશોમાં ગધેડાની ચોરી કરતા માફિયાઓનો આતંક વધ્યો છે. ઇજીપ્ત, સાઉથ આફ્રિકા, ટાન્ઝાનિયા, બ્રાઝિલ, મેક્સિકો અને પેરૂમાં ગધેડા ચોરવાની ધટનાઓ વધી છે. જે ગધેડા ચોરાય છે તે રોજીંદી રીતે ભાર વાહન નું કામ કરતા હોય છે. આ ગધેડા ચોરાઇ જાય એટલે તેના શ્રમજીવી માલિકો વાહન વિનાના થઇ જાય છે. આફ્રિકામાં તો આ પ્રાણી પાણી ખેંચવાથી માંડીને અનેક રોજીંદા કામમાં ઉપયોગી બને છે. ગધેડાની કિંમત એટલી વધી ગઇ છે કે તેના માલિકને નવા ગધેડા લાવવા પોષાતા નથી. નિજરમાંતો નવ મહીનામાંજ ૮૦,૦૦ ડેાન્કી અદ્રશ્ય થઇ ગયા હતા. ઝિમ્બામ્બવેની એક કંપની એવી હતી કે બોટ્સવાનથી ડોન્કીની હજારો  કિલો સ્કીન મંગાવતી હતી અને તે પેક કરીને ચીન મોકલતી હતી.

વિશ્વમાં સૌથી વધુ ડોન્કી  ઇથોપીયામાં છે. ત્યાં પણ ચીન માટે કતલખાનું શરૂ કરાયું છે તેની દેખરેખ ચીન રાખે છે. એક ડોન્કીમાંથી એક કિલો જેટલું ઇજીઆઓ મળે છે. ચીન ડોન્કીની સ્કીનના ૪૮ ડોલર ચૂકવે છે. તે માટે તે બધા કાયદા કાનૂન તોડી નાખે છે.  દ.આફ્રિકાએ દર વર્ષે વધુમાં વધુ ૭.૩૦૦ ડોન્કી સ્કીન નિકાસ કરવાની માન્યતા આપી છે. પરંતુ જ્યારે પોલીસે તપાસ કરી ત્યારે ખ્યાલ આવ્યો કે નાઇજીરીયાની એક કંપનીએ એક જ વર્ષમાં ૧૫૦૦૦ સ્કીન મોકલી હતી. પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયામાં ચીન ડોન્કીના કતલખાના શરૂ કરવા જઇ રહ્યું છે.

ચીનની ડોન્ગ ઇઇ જીઆઓ કંપની ડોન્કી સ્કીન માટેની સૌથી મોટી કંપની છે. ૨૦૧૪માં તેણે સાત લાખ ડોન્કીની સ્કીન ઉતરડી નાખી હતી અને ૨૦૧૮માં તે સંખ્યા ૧૦ લાખ પર પહોંચાડી હતી. આ કંપનીનો નફો ૨૦૧૬ માં ૨૯૫ મિલીયન ડોલરનો હતો.દશ વર્ષ પહેલાં સમગ્ર એશિયા, આફ્રિકા અને સાઉથ અમેરિકામાં ૪૪ મિલીયન ડોન્કી હતા જે આગામી દશ વર્ષમાં એક મિલીયન થઇ જશે.હાલમાં ભારતમાંથી ૪૦ ટકા ડોન્કી ઓછા થઇ ગયા છે. શા માટે ચીનને ડોન્કીનો સફાયો કરવા દેવાય છે?

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે