કરપ્ટ અને અયોગ્ય કર્મચારીઓની તૈયાર થઈ રહી છે કુંડળી, નિવૃત્ત કરી દેવાની તૈયારીમાં મોદી સરકાર
નવી દિલ્હી, તા. 30 ઓગસ્ટ 2020, રવિવાર
મોદી સરકાર હવે ભ્રષ્ટ અને અયોગ્ય કર્મચારીઓ પર શિકંજો કસવાની તૈયારી કરી રહી છે. તેને લઈને મોદી સરકારે એવા કર્મચારીઓની ઓળખ કરવાનો નિર્દેશ આપ્યો છે, સાથે જ આવા કર્મચારીઓને નિવૃત્ત કરવા પર પણ ભાર આપવામાં આવી રહ્યો છે.
મોદી સરકાર સરકારી કર્મચારીઓના રેકોર્ડની તપાસ કરવાની છે. તે માટે સરકારે દિશા-નિર્દેશ પણ આપ્યા છે. તે હેઠળ અક્ષમતા અને ભ્રષ્ટાચારના આરોપીઓની તપાસ કરવામાં આવશે. જ્યારે જે લોકો ભ્રષ્ટ અને અયોગ્ય જણાય તેમને સેવાનિવૃત્ત થવા માટે કહેવામાં આવશે. તેને લઈને એક રજિસ્ટર પણ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકારે નવા દિશા-નિર્દેશ જાહેર કર્યાં છે. જે હેઠળ કેન્દ્ર સરકારે સરકારી સેવામાં 30 વર્ષ પૂર્ણ કરી ચુક્યા હોય કે 50-55 વર્ષની ઉંમરના કર્મચારીઓની સર્વિસ રેકોર્ડની તપાસ કરવા માટે કહેવાયું છે. કેન્દ્ર સરકારે કહ્યું કે, 30 વર્ષ પૂર્ણ કરી ચુક્યા હોય કે 50-55 વર્ષની ઉંમરના સરકારી કર્મચારીની સર્વિસ રેકોર્ડમાં અક્ષમતા અમે ભ્રષ્ટાચારના આરોપોની તપાસ થાય.
સરકારનું કહેવું છે કે, સર્વિસ રેકોર્ડની તપાસ બાદ નક્કી કરવામાં આવશે કે તેઓ યોગ્ય કામ કરી રહ્યાં છે કે તેમને લોકહિતમાં સમય પહેલાં નિવૃત્ત કરવામાં આવે. જ્યારે કાર્મિક મંત્રાલયે તમામ સચિવોને કહ્યું કે તેના માટે એક રજિસ્ટર તૈયાર કરે જેમાં આ તમામ જાણકારી નોંધવામાં આવે.
Comments
Post a Comment