જમ્મુ કાશ્મીરના સાંબામાં ભારત-પાકિસ્તાન સરહદે સુરંગ મળી, પાકિસ્તાનમાં બનેલી કોથળીઓ વડે મોઢુ બંધ હતું
-
જમ્મુ, તા. 29 ઓગષ્ટ 2020, શનિવાર
જમ્મુ કાશ્મીરના સાંબા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર એક સુરંગ મળી છે. સીમા સુરક્ષા દળ (બીએસએફ)ને શુક્રવારે આ સુરંગ મળી છે. ભરતમાં આતંકી ઘુસણખોરી માટા આ સુરંગ બનાવવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરના સાંબા જિલ્લામાં આવેલ ભારત પાકિસ્તાન સરહદ પર આવેલી વાડની નીચે આ સુરંગ મળી છે. જે પાકિસ્તાનમાં શરુ થાય છે અને સાંબામાં પુરી થાય છે. ભારતમાં આવેલા સુરંગના મોઢાને રેતી ભરેલી કોથળીઓ વડે છુપાવવામાં આવ્યું હતું. આ કોથળીઓ પાકિસ્તાનમાં બનેલી હતી અને તેના પર ‘કરાંચી’ અને ‘ֹશકર ગઢ’ લખેલું છે.
બીએસએફના જણાવ્યા પ્રમાણે આ સુરંગની લંબાઇ અંદાજે 20 ફૂટ જેટલી છે અને ચારથી પાંચ ફૂટ જેટલી પહોળી છે. રેતી ભરેલી થેલીઓની હાલત જોતા એવું લાગે છે કે આ સુરંગને હમણાં જ બનાવવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય બોર્ડર વિસસ્તારમાં આટલી મોટી સુરંગ પાકિસ્તાની સેના ને એજન્સીઓની મંજૂરી વિના બની શકે નહીં. માટે આ સુરંગ બનાવવા માટે પાકિસ્તાને પુરતું પ્લાનિંગ કર્યુ હોવું જોઇએ. જ્યાં આ સુરંગ મળી છે, ત્યાંથી પાકિસ્તાનની પોસ્ટ માત્ર 400 મીટર દૂર છે.
આ સુરંગની તપાસ કરવા માટે એક વિશેષ ટીમ મોકલવામાં આવી છે. સાથે જ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેઓ બીજી સુરંગની તપાસ કરી રહી છે. આ સુરંગ સાંબાના ગલર ગામની અંદર મળી છે. આંતરરાષ્ટ્રીય સરહદથી ભારતીય સીમા તરફ 170 મીટરના અંતરે આ સુરંગ આવેલી છે. આ પ્રથમ વખત નથી જ્યારે પાકિસ્તાને આતંકી ઘુસણખોરી માટે આવી સુરંગ બનાવી હોય. આ પહેલા પણ સીમા પરથી વી સુરંગો પકડાઇ છે.
Comments
Post a Comment