મણીપુરમાં 5.1 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો


-એક માસમાં બીજીવાર ધરતી ધ્રૂજી 

-આ પહેલાં 11મી ઑગષ્ટે આંચકો આવ્યો હતો

ઇમ્ફાલ તા.1 સપ્ટેંબર 2020 મંગળવાર

દેશના ઇશાન ખૂણે આવેલા મણીપુરમાં સોમવારે રાત્રે 5.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતાં લોકો ઘરમાંથી બહાર આવી ગયા હતા. એક મહિનામાં મણીપુરમાં ભૂકંપનો આ બીજો આંચકો આવ્યો હતો.

આ પહેલાં ઑગષ્ટની 11મીએ ભકંપનો આંચકો અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના કહેવા મુજબ સોમવારે મધરાત પછી બેને 39 મિનિટે ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર મણીપુરની પૂર્વે પંચાવન કિલોમીટર દૂર આવેલા ઉખરુલમાં હતું. જો કે કોઇ જાનહાનિ કે સંપત્તિના નુકસાનના રિપોર્ટ મળ્યા નહોતા. 

ઑગષ્ટની 11મીએ સાંજે સાડા સાત વાગ્યે ભૂકંપનો આંચકો આવ્યો ત્યારે પણ કોઇ નુકસાન કે જાનહાનિ થયાં નહોતાં. એક તરફ ભારે વરસાદ અને ઊભરાતી નદીઓ વચ્ચે આવેલા ભૂકંપના આંચકાએ લોકોમાં ગભરાટની લાગણી ફેલાવી દીધી હતી.

(સંદેશો અધૂરો હતો.)


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો