ચીનની પ્રજાને નરેન્દ્ર મોદી સરકાર વધારે ગમે છે, ગ્લોબલ ટાઇમ્સનો સર્વે
બીજિંગ, તા.28 ઓગષ્ટ 2020, શુક્રવાર
ભારત-ચીન વચ્ચે સરહદવિવાદ બાદ સંબંધો વણસ્યા છે. કડવા સંબંધોની છાંટ અનેક વખત નેતાઓનાં નિવેદનોમાં મળી છે. આ તણાવને ઓછો કરવા માટે ચીન અને ભારતની વચ્ચે સતત વાતચીતના પ્રયત્નો ચાલુ છે. દરમિયાન ચીનના અખબાર 'ધ ગ્લોબલ ટાઇમ્સ' અને 'ચાઇના ઇન્સ્ટિટ્યૂટ ઑફ કન્ટેમ્પરરી ઇન્ટરનેશનલ રિલેશન્સ' (CICIR) દ્વારા ભારત-ચીન સંબંધો પર એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.
આ સ્થિતિ વચ્ચે ચીનમાં થયેલા સર્વેનાં તારણો બહાર આવતાં ફરી એક વખત ચર્ચા ચગતી જોવા મળી છે. આ સર્વેમાં 1,960 લોકોએ ભાગ લીધો હતો. આ પૈકી 50.7 ટકા લોકોની નજરમાં નરેન્દ્ર મોદી સરકારની છબિ સારી છે. સર્વ અનુસાર, ચીનના 51% લોકો નરેન્દ્ર મોદી સરકારના વખાણ કરે છે. અને તેઓ પોતોના નેતાની કેટલીક નીતિઓથી પણ નાખુશ છે.
સરકારી સમાચાર પત્ર ગ્લોબલ ટાઇમ્સ દ્વારા ભારત-ચીનની વચ્ચેના સંબંધોને લઇને કરવામા આવેલા સર્વમા ચીનના 51% લોકો નરેન્દ્ર મોદીની સરકારના વખાણ કરે છે. જ્યારે, 70% ચીનના લોકોનુ માનવુ છે કે, ભારતમા ચીનની વિરોધી વિચારધારા વધારે પ્રમાણમા છે. તેમજ 30% લોકોનુ માનવુ છે કે, આવનારા સમયમા બન્ને દેશોના સંબંધોમા સુધારે આવશે.
રિપોર્ટ અનુસાર, સમાચાર દ્વારા આ સર્વમા ચીનના લોકોને રૂસ, જાપાન અને પાકિસ્તાન પછી ભારતને માનીતો દેશ બતાવ્યો. જો કે સર્વમા સમાવેશ 90% લોકો ભારતના વિરોધી સેનાની કાર્યવાહીથી સહમત થયા છે. જો કે, 50% ચીનના લોકોનુ માનવુ છે કે ભારતીય અર્થવ્યવસ્થા ચીન પર વધારે આધારિત છે અને હાલમા લેવામા આવેલા પગલાથી ભારતને નુકશાન થયુ છે. જયારે, 57% ચીનના લોકોનુ માનવુ છે કે, ભારતની સેના આટલી વિકસીત નથી કે કોઇ પણ રીતે ચીનની સેનાને ટક્કર આપી શકે.
ચીનની પ્રજા કયા પાડોશી રાષ્ટ્રોને પ્રિય માને છે એ અંગેના સવાલો પણ આ સર્વેમાં પૂછવામાં આવ્યા હતા. જેનાં તારણોમાંથી સપાટી પર આવ્યું છે કે ભારત ચોથા ક્રમનું પ્રિય પાડોશી રાજ્ય છે.
આ સર્વેમાં ભાગ લેનારા લોકો પૈકી 48.8 ટકા લોકોના મતે રશિયા સૌથી પ્રિય પાડોશી રાષ્ટ્ર છે, જ્યારે 35.1 ટકા લોકોના મતે પાકિસ્તાન અને 26.6 લોકોના મતે જાપાન પ્રિય પાડોશી રાષ્ટ્ર છે. જ્યારે 26.4 ટકા લોકો ભારતને ચીનનું પ્રિય પાડોશી રાષ્ટ્ર માને છે.
Comments
Post a Comment