પેંગોંગ લેક ભારત-ચીનનાં સૈનિકો વચ્ચે ફરી ઘર્ષણ, ભારતીય સેનાએ આપ્યો મુંહતોડ જવાબ


પેંગોંગ, તા. 31 ઓગસ્ટ 2020 સોમવાર

ભારત અને ચીનનાં સૈનિકો વચ્ચે ફરી એકવાર ઘર્ષણ થયું છે. 29-30 ઓગષ્ટની રાત્રે પેંગોંગ ત્સો લેકની પાસે બંને દેશના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ બાબતે ભારત સરકારે જણાવ્યું હતું કે દેશના વીર જવાનોએ ચીની સૈનિકોની ઘુષણખોરી નિષ્ફળ બનાવી હતી.

ચીનની સાથે સતત ચાલી રહેલ વાટાઘાટોનો અસર જમીન પર દેખાઈ રહી નથી. 29-30 ઓગષ્ટની રાત્રે ભારત અને ચીન વચ્ચે પૂર્વી લડાખ વિસ્તારમાં હિંસક ઝપાઝપી થઇ છે. પ્રાપ્ત વિગતો અનુસાર ચીની સૈનિકોએ મંત્રણા દરમિયાન પણ પોતાની મુવમેન્ટને આગળ વધારી હતી. પેંગોંગ લેકના દક્ષિણ કિનારે ચીની સૈનિકોની પ્રવુતિઓનો ભારતીય સેનાએ વિરોધ કર્યો હતો.

ભારતીય સૈનિકોએ ચીનની સેનાને આગળ વધવા નહોતી દીધી અને પાછળ ખદેડી મૂકી હતી. પીઆઇબી અનુસાર ભારતે અથડામણ થઇ તે જગ્યા પર પોતાની પોઝિશન મજબૂત કરી લીધી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય સેના વાતચીત દ્વારા શાંતિ સ્થાપિત કરવા માગે છે પરંતુ પોતાના દેશની રક્ષા માટે પણ તેટલી જ સંકલ્પબદ્ધ છે. પેંગોંગ સો તળાવની આજુબાજુ ચીને મજબૂત સૈન્ય માળખાકીય સુવિધાઓ બનાવી છે. તળાવના કાંઠે રસ્તાઓ બનાવવામાં આવ્યા છે જેમાં ભારે અને સૈન્ય વાહનો પણ આગળ વધી શકે છે.

ભારતીય સેનાનું સ્પષ્ટ વલણ

ઘણા સમયની વાટાઘાટો છતા, પૂર્વીય લદાખમાં તણાવ વધતો જઇ રહ્યો છે. ભારતીય સેનાનું સ્પષ્ટ વલણ છે કે ચીને એપ્રિલ પહેલા જેવી સ્થિતિ લાવવી જોઇએ. સૈન્ય સ્તર પર વાતચીત ઉપરાંત વિદેશ મંત્રાલય અને બંને દેશોના વર્કિંગ મેકેનિઝમ ફોર કંસલ્ટેશન એન્ડ કો-ઓર્ડિનેશને પણ ચર્ચા કરી છે. બંને પક્ષ કંપલીટ ડિસઇંગેજમેન્ટની દિશામાં આગળ વધવા પર વારંવાર સહમત થયા છે પરંતુ તેની કોઇ અસર નથી થઇ.

દક્ષિણ ચીન સાગરમાં ગોઠવ્યા જંગી યુદ્ધ જહાજ, અમેરિકાની સાથે સતત સંપર્ક

પૂર્વી લદ્દાખની ગાલવાન ખીણમાં ચીનની ઘુસણખોરી બાદ ભારતીય નૌસેનાએ એક મોટું પગલું ભર્યું છે. દક્ષિણ ચીન સમુદ્રમાં યુદ્ધ જહાજ તહેનાત કર્યું છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મીની નૌકાદળ દ્વારા વાંધો ઉઠાવ્યો હતો. 2009 થી ચીન આ ક્ષેત્રમાં લશ્કરી અને કૃત્રિમ ટાપુઓનો ઉપયોગ કરીને નોંધપાત્ર રીતે વિસ્તૃત થયો છે. ચીની નૌસેનાએ દાવો કર્યો છે કે મોટાભાગના દક્ષિણ ચીની સમુદ્ર તેના ક્ષેત્રમાં આવે છે. અમેરિકાની નેવીએ તેના ડિસ્ટ્રોર્સ અને ફ્રિગેટ્સ પણ દક્ષિણ ચીન સમુદ્રમાં ગોઠવી હતી. અહીં તેમના યુદ્ધ જહાજોની જમાવટ દરમિયાન, ભારતીય યુદ્ધ જહાજોએ અમેરિકા સાથે સતત સંપર્કમાં રાખ્યો હતો.

ચીની નેવી પર નજર રાખશે ફ્રન્ટલાઈન જહાજો

જાહેર ઝગઝગાટ ન થાય તે માટે સંપૂર્ણ મિશન ખૂબ જ ગુપ્ત રીતે ચલાવવામાં આવ્યું હતું. મલાકા સ્ટ્રેટ્સમાં ચીની નૌકાદળની પ્રવૃત્તિ પર નજર રાખવા માટે તેના ફ્રન્ટલાઈન જહાજોને તૈનાત કર્યા. ચીની નૌકાદળ આ માર્ગ દ્વારા હિંદ મહાસાગરમાં પ્રવેશ કરે છે.


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો