કોંગ્રેસ નેતૃત્વને લખેલા પત્ર વિશે સિબલે કહ્યુ, કોઈએ સાથ ના આપ્યો, ચિંતાઓ દૂર થઈ નથી


નવી દિલ્હી, તા. 30 ઓગસ્ટ 2020 રવિવાર

કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને પાર્ટીના 23 નેતાઓએ પરિવર્તન માટે પત્ર લખ્યો. તેમાંથી એક પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પાર્ટીના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ પણ છે. તેમનુ કહેવુ છે કે કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં તેમના દ્વારા વર્તાવાયેલી ચિંતાઓ પર ના તો વાત થઈ અને ના તેને શેર કરવામાં આવી. એટલુ જ નહીં જ્યારે પત્ર લખનારા નેતાઓ પર હુમલો થયો ત્યારે કોઈ પણ નેતા વચ્ચે આવ્યા નહીં. 

સિબ્બલનું કહેવુ છે કે કોંગ્રેસને એક પૂર્ણકાલિક અધ્યક્ષની જરૂર છે અને પત્રમાં ઉલ્લેખિત ચિંતાઓનું જલ્દી જ સમાધાન થવુ જોઈએ. કોંગ્રેસ હંમેશા ભાજપ પર સંવિધાનનું પાલન ન કરતુ હોવાના અને લોકતંત્રના પાયાને નષ્ટ કરવાનો આરોપ લગાવે છે. કોંગ્રેસ નેતાએ કહ્યુ અમે શુ ઈચ્છીએ છીએ. અમે પાર્ટીના બંધારણનું પાલન કરવા ઈચ્છીએ છીએ. તેની પર વાંધો કોને હોઈ શકે છે. 

પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે પત્રએ એક પૂર્ણકાલિક અને પ્રભાવી નેતૃત્વ, જે જોવા મળે અને સક્રિય હોય. સીડબ્લ્યુસીની ચૂંટણી અને પાર્ટીના પુનરૂદ્ધાર માટે સામૂહિક રીતે સંસ્થાગત નેતૃત્વ તંત્રની તત્કાલ સ્થાપનાની માગ કરી. પરંતુ પત્રના કારણે પાર્ટીની અંદર એક ચર્ચા શરૂ થઈ ગઈ. જે મુખ્યમંત્રીઓ અને રાજ્ય એકમો માટે નિષ્ઠા પરીક્ષા થઈ ગઈ. તેમણે ગાંધીવાદ પ્રત્યે નિષ્ઠા વર્તાવી અને પત્ર લખનારને સાઈડ કર્યા.

સિબ્બલે કહ્યુ કે સીડબ્લ્યુસીને આ વાતથી અવગત કરાવવાના હતા કે પત્રમાં શુ કહેવામાં આવ્યુ છે. તેમણે કહ્યુ, આ મૌલિક વસ્તુ છે જે થવી જોઈતી હતી. આ 23 લોકોએ લખ્યુ છે. જો અમે જે કંઈ પણ લખ્યુ છે, તેમાં આપને ભૂલ જોવા મળે તો નિશ્ચિત રીતે, અમને પ્રશ્ન કરવા જોઈએ. બેઠકમાં અમારી કોઈ પણ ચિંતા, અનુરોધ પર વાત થઈ નહીં. તેમ છતાં અમને અસંતુષ્ટ કહેવામાં આવ્યા છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો