મધ્ય પ્રદેશ, ઓડિશા જળબંબાકાર : 29નાં મોત
મધ્ય પ્રદેશમાં 170થી વધુ રાહત છાવણીઓમાં 9,300થી વધુ લોકોને આશરો : ઉત્તર પ્રદેશમાં દિવાલ પડતાં 3નાં મોત
(પીટીઆઈ) નવી દિલ્હી, તા.30 ઓગસ્ટ, 2020, રવિવાર
પૂર્વીય અને મધ્ય ભારતમાં રવિવારે મૂશળધાર વરસાદના કારણે ઓડિશા, મધ્ય પ્રદેશ સહિતના રાજ્યોમાં સિૃથતિ કથળી હતી. બંગાળની ખાડીમાં લો પ્રેશરના કારણે સર્જાયેલી સિસ્ટમ બે દિવસથી મધ્ય ભારતમાં સિૃથર હતી. પરિણામે મધ્ય પ્રદેશ, ઓડિશામાં ભારે વરસાદ ખાબક્યો હતો.
વરસાદ સંબંિધત ઘટનાઓના કારણે ઓડિશામાં 17, મધ્ય પ્રદેશમાં નવ જ્યારે ઉત્તર પ્રદેશમાં ત્રણ સહિત કુલ 29નાં મોત નીપજ્યાં હતાં. ઓડિશા અને મધ્ય પ્રદેશમાં પૂરગ્રસ્ત ગામોમાં ફસાયેલા લોકોને સલામત સૃથળે ખસેડવામાં આવ્યા હતા. ઓડિશામાં વરસાદ સંબંિધત ઘટનાઓમાં 17 લોકોનાં મોત નીપજ્યાં હતા અને પૂરના કારણે અંદાજે 10,382 ઘરોને નુકસાન થયું છે.
ઓડિશામાં રવિવાર સુધીમાં વરસાદ અને પૂરના કારણે 20 જિલ્લાઓના 3,256 ગામોમાં 14.32 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે તેમ રાજ્ય સરકારે જણાવ્યું હતું. ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સના જવાનોએ પૂરગ્રસ્ત પાનગટ, ઠાકુરપુર સહિતના ગામોમાં ફસાયેલા અનેક લોકોને બચાવ્યા હતા. બનકાશીમાંથી પણ અનેક લોકોને બચાવીને કથુરી રાહત કેમ્પમાં ખસેડવામાં આવ્યા હતા.
દરમિયાન હિરાકુડ ડેમના 46 દરવાજા ખોલવામાં આવતાં કટકના મુન્દુલિ બેરેજ નજીક મહાનદીમાં જળસ્તર વધ્યું છે. પરિણામે 10 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતાં નદી કિનારાના અનેક ગામો અને શહેરોના નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ ગયા હતા.
મુખ્યમંત્રી નવીન પટનાયકે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને રાહત તથા બચાવ કાર્ય માટે યોગ્ય વ્યવસૃથા ગોઠવવા અિધકારીઓને નિર્દેશો આપ્યા હતા. રાજ્ય સરકારે રાહત અને બચાવ કાર્ય માટે એનડીઆરએફની 15, ઓડીઆરએએફની 12 અને ફાયર સર્વિસીસની 119 ટીમો નિયુક્ત કરી છે.
બીજીબાજુ મધ્ય પ્રદેશમાં પણ વરસાદ સંબંિધત ઘટનાઓમાં આઠ લોકોનાં મોત નીપજ્યાં હતાં જ્યારે પૂરગ્રસ્ત 40 ગામોમાં ફસાયેલા 1,200થી વધુ લોકોને બચાવાયા હતા અને તેમને સલામત સૃથળે ખસેડવામાં આવ્યા હતા તેમ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું. મધ્ય પ્રદેશમાં છેલ્લા બે દિવસમાં ભારે વરસાદને કારણે પૂરની સિૃથતિ સર્જાતાં 12 જિલ્લાના 454થી વધુ ગામોમાં પાણી ભરાતાં 7,000થી વધુ લોકો ફસાઈ ગયા હતા.
રાજ્યના પૂર્વીય ભાગમાં સિૃથતિ ખૂબ જ ખરાબ છે. કટની જિલ્લાના બનહરા ગામમાં એક દિવાલ પડતાં ચાર બાળકોનાં મોત નીપજ્યાં હતાં. ઉપરાંત નાળામાં પડી જતાં તણાઈ જવાથી અન્ય ચારનાં મોત નીપજ્યાં હતાં. મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે વડાપ્રધાન મોદીને ફોન કરીને તેમને રાજ્યની સિૃથતિથી માહિતગાર કર્યા હતા.
રાજ્યમાં પુરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને રાહત છાવણીમાં ખસેડવામાં આવતાં 170થી વધુ રાહત છાવણીઓમાં 9,300થી વધુ લોકોને આશરો અપાયો છે. મધ્ય પ્રદેશે લોકોને એરલિફ્ટ કરવા માટે હવાઈ દળ પાસેથી ત્રણ હેલિકોપ્ટર્સની માગણી કરી હતી. હોશંગાબાદમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી સૈન્યના જવાનોએ હજારો લોકોને બચાવ્યા હતા. મંદસૌરમાં શિવના નદીનું જળસ્તર વધ્યું છે અને પાણી જોખમી સ્તરથી ઉપર વહી રહ્યું છે.
નદીનું પાણી પાશુપતિનાથ મંદિરની અંદર સુધી જતું રહ્યું છે અને મંદિરમાં શિવલિંગ પણ અડધુ ડૂબી ગયું છે. મુખ્યમંત્રીએ પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. તેમણે ઘરમાં જ કંટ્રોલરૂમ બનાવીને કામગીરી હાથ ધરી હતી. રાજ્યમાં પૂરના કારણે અનેક વિસ્તારોમાં ખરીફ પાકને નુકસાન પહોંચ્યું છે.
ઉત્તર પ્રદેશમાં પણ છેલ્લા બે દિવસથી મૂશળધાર વરસાદને કારણે સિૃથતિ ખરાબ છે. ચિત્રકૂટ જિલ્લાના રાયપુરા વિસ્તારમાં એક દિવાલ તૂટી પડતાં ત્રણ બહેનોનાં મોત નીપજ્યાં હતાં. રાજ્યમાં અનેક નદીઓમાં પાણી જોખમી સ્તરથી ઉપર વહી રહી છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં લાખો લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
Comments
Post a Comment