કમ સપ્ટેમ્બર: રાહતની લહેરખી ક્રાંતિ પછી હિંમત બતાવવાના સંકેત

- અંગ્રેજી ફિલ્મ કમ સપ્ટેમ્બર રોમેન્ટીક ફિલ્મ હતી. શક્ય હોય તો તેના થીમ સોંગનો ટયુન સાંભળશો તો ઝૂમી ઉઠશો..


કમ સપ્ટેમ્બર...આજથી ૨૦૨૦ ના સપ્ટેમ્બરનો પ્રારંભ થઇ રહ્યો છે. ક્રંાતિનો મહિનો ઓગષ્ટ પુરો થયો છે અને રોમાન્સ-રાહતનો મહિનો સપ્ટેમ્બર ૨૦૨૦ શરૂ થયો છે.

કોરોનાની થાપટો વચ્ચેથી પસાર થઇ રહેલા મહિનાઓમાં સપ્ટેમ્બર નવી આશાઓ સાથે આવ્યો છે એમ કહી શકાય. લોકડાઉન હેઠળ પીસાતું માનવ જીવન સપ્ટેમ્બરથી થોડી રાહત ્અનુભવવા જઇ રહ્યું છે. લોકો થોડી હિંમત કેળવીને બહાર આવી રહ્યા છે તો બજારોમાં ફરી ઘરાકી જોવા મળી રહી છે. 

છૂટક બજારોની રોનક ગ્રાહકો પર આધારીત છે. એક તરફ ઓનલાઇન વેચાણ વધી રહ્યું છે તો બીજી તરફ શોપિંગ મોલ પણ ધમધમતા થઇ રહ્યા છે. સોના ચાંદીના ભાવો સતત તેજીનો સંકેત બતાવી રહ્યા છે તો શેરબજાર પણ તેજીના રંગે રંગાઇ રહ્યું છે. સોમવારે શેરબજારમાં ધબડકો જોવા મળ્યો હતો. પરંતુ તેને કરેક્શન કહેવાયું હતું.   

૨૦૨૦ના સૌથી રાહત જનક સમાચાર દેશભરમાં સંતોષકારક વરસાદના છે. સપ્ટેમ્બરની મધ્યમાં જ્યારે વરસાદ વિદાય લેશે ત્યારે દેશના તમામ બંધો અને નદી નાળા છલકાયેલા જોવા મળશે. ક્યાંક અતિવૃષ્ટિ છે તો ક્યાંક સોનું વરસ્યું હોય એવો વરસાદ છે. ટૂકમાં શિયાળુ પાકની બમ્પર આવક થશે પાણીની અછત ભાગ્યેજ જોવા મળશે.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ છલકાઇ રહ્યો છે કેમકે મધ્ય પ્રદેશમાં મોટા પ્રમાણમાં વરસાદ ખાબક્યો છે. કૃષિ પ્રધાન દેશમાં  વરસાદની અછત અનેક સમસ્યાઓ સર્જી શકે છે. પરંતુ વર્તમાન વરસાદે નવા પાક માટે ફળદ્રુપ વાતાવરણ ઉભું કર્યું છે. ભારતના રાજકારણમાં ૨૦૨૦ નો સપ્ટેમ્બર સ્થિરતાનો સંકેત આપે છે.

રાજસ્થાનમાં બળવાખોેરોને પટાવી લેેવાયા  છે તો કોંગ્રેસમાં ગાંધી પરિવારના વફાદારોએ વિરોધીઓને દબાવી દેવામાં સફળતા મેળવી છે. ટૂંકમાં આગામી દિવસોમાં ફરી રાહુલ ગાંધી પક્ષના પ્રમુખ બને એવા સંકેતો મળી રહ્યા છે. વિપક્ષોમાં રાષ્ટ્રીય સ્તરે માત્ર કોંગ્રેસજ ભાજપને પડકારી શકે છે એવું યુપીએના સાથી પક્ષો માનતા થઇ ગયા છે.

સપ્ટેમ્બરમાં સુષાંત હત્યા કેસમાં જો મહારાષ્ટ્ર સરકારની લીપાપોતી સામે આવશે તો તે મુશ્કેલીમાં મુકાશે તે નક્કી છે માટે સપ્ટેમ્બર સરકાર માટે ભારે છે એમ કહી શકાય. ૧૩ સપ્ટમ્બરે પોઝીટીવીટી ડે યોજાશે જે લોકોને હકારત્મક વિચારો તરફ દોરી શકે છે. કોરોના કાળમાં હતાશ લોકો માટે પોઝીટીવ એપ્રોચ જરૂરી છે.

જે રીતે તે કોરાનાની રસી શોધવાના  સંશોધનો સ્પીડ પકડી રહ્યા છે તે જોતાં એમ કહી શકાય કે સપ્ટેમ્પરમાં જ ભારત રસી શોધવાની જાહેરાત કરશે અને લોકેાને આપવાની શરૂઆત કરશે.

મોદી સરકાર સામે ઉભા થયેલા આર્થિક પડકારો હજુ ઠેરના ઠેર છે. કોરોના વાઇરસના પગલે આવેલા લોક ડાઉનના કારણે બજારો સુસ્ત છે અને બીજી તરફ સરહદે ચીનની ધમકી પણ યથાવત છે. 

મોદી સરકારે આર્થિક સુધારણા કરવાની બસ ચુકી ગઇ છે છતાં વૈશ્વિક સ્તરે સુધરતા બજારોનો લાભ ભારત ઉઠાવી શકે છે. વૈશ્વિત સ્તરે ધટતા ઓેઇલના ભાવો અને અમેરિકા-ચીન વચ્ચેની કોલ્ડ વોર ભારતને લાભદાયી બની શકે છે. ભારતને આ લાભ સપ્ટેમ્બરમાં મળી શકે છે.

વિદેશી રોકાણ ભારત તરફ આવી શકે છે. ઓગષ્ટ માસ ટેન્શન વાળો હતો પરંતુ સપ્ટેમ્બર ભારત માટે હીલીંગ ટચ સમાન બની શકે છે. મધ્યમ વર્ગની ખરીદ શક્તિ વધે અને ગ્રામીણ અર્થતંત્રને વેગવંતુ બને એવા સરકારના પ્રયાસો જોવા મળે છે. મધ્યમ વર્ગના રોકાણકારો માટે  નવા આઇપીઓ આવી રહ્યા છે.

ડિજીટલ પેમેન્ટ ક્ષેત્રે હેકર્સ પડકારજનક બની રહ્યા છે. સાયબર સિકિયોરીટી  સિસ્ટમ કરતાં પણ તે વધુ બાહોશ પુરવાર થઇ રહ્યા છે. ભારતે તેના બંને અવળ ચંડા પાડોશીને કાબુમાં રાખવાની જરૂર છે. ચીનના પેટ ડોગ તરીકે વર્તતું પાકિસ્તાન ક્યારનુંય યુધ્ધ માટે તડપી રહ્યું છે.સપ્ટેમ્બર મહિનો સામાન્ય રીતે શાંત અને રંગીન મહિનાની યાદીમાં આવે છે. અહીં ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર એટલે ચારમહિના પછી ૨૦૨૧ બેસશે. તે સમય દરમ્યાન ભારતમાં નવરાત્રી,દશેરા , દિવાળ જેવા મોટા તહેવારો જોવા મળશે.  ચાર દાયકા પહેલાં ૧૯૬૧માં આવેલી અંગ્રેજી ફિલ્મ કમ સપ્ટેમ્બર રોમાન્ટીક ફીલ્મ હતી. શક્ય હોય તો તેના થીમ સોંગનો ટયૂન સાંભળશો તો ઝૂમી ઉઠશો..

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે