પવનની વિપરીત લહેરાતી મંદિરની ધજા


સાગરખેડૂઓ  વાહણની ઉપર ફરકતા વાવટાને આધારે કંઈ તરફનો પવન છે એ જાણી લે છે. ઘણાં મંદિરના શિખરો ઉપર લહેરાતી છપ્પનગજની ધજા દૂર દૂરથી જાણે સંસાર-સાગરના ખેડૂએોને ધરમની દિશા દેખાડતી હોય એવોભાલ કરાવે છે. પરંતુ કોઈ ભવ્ય મંદિરના શિખર ઉપરની ધજા હવાથી વિરૂદ્ધ દિશામાં ફરકતી જોવા મળે તો કેવું આશ્ચર્ય થાય?  આ આશ્ચર્યજનક દ્રશ્ય પુરીના જગન્નાથ મંદિરના શિખર પર નજર કરવાથી જોવા મળે છે. પુરીના જગન્નાથ મંદિરની ગણના વૈષ્ણવોના સૌથી મહત્ત્વના  મંદિરોમાં થાય છે.

ચાર લા ચોરસ ફૂટમાં ફેલાયેલા કલિંગ શૈલીના આ વિશાળમંદિરમાં ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે બિરાજમાન છે. 

આ મંદિરની અમુક ખાસિયત ખરેખર આશ્ચર્ય પમાડે છે.  એક તો મંદિના શિખર પરની ધજા હવાથી વિરુદ્ધ દિશામાં ફરકતી રહે છે.  શિખર ઉપર જે ચક્ર છે એ મંદિરની કોઈ પણ બાજુથી સ્પષ્ટ જોઈ શકાય છે. એવું કહેવાય છે કે મંદિરના  સોઈઘરમાં ચુલા ઉપર એક પર એકએમ સાત વાસણોમાં આંધણ મૂકવામાં આવે છે. છતાં સૌથી ઉપલા વાસણમાં જે મૂક્યું હોય એ પહેલાં રંધાઈ જાય છે. કલિંગના રાજા અનંત બર્મન ચોડગંગ દેવે  આ મંદિરના નિર્માણનું  કાર્ય શરૂ કરાવ્યું હતું.

ત્યાર બાદ અનંગ ભીમદેવે મંદિરને વર્તમાન સ્વરૂપ આપ્યું હતું. એક હિન્દી અખબારના અહેવાલ પ્રમાણે આ મંદિરની વિશેષતા  એ પણ છે કે કોઈ દિવસ પ્રસાદ ખૂટતો નથી ક્યારેક વધુ ભક્તોનો ઘસારો હોય તો કયારેક ઓછા ભક્તો દર્શને આવ્યા હોય. છતાં પ્રસાદ ખૂટતો પણ નથી અને વધતો પણ નથી. જોકે સૌથી વધુ આશ્ચર્ય તો પવનની વિપરીત લહેરાતી  ધજાને જોઈ થાય છે.

મહામારી વચ્ચે ટપાલ ખાતાની મહા-કામગીરી

કોરોના કાળમાં વાહન-વ્યવહાર  થંભી ગયો, વેપાર-ધંધા બંધ થતાં લોકડાઉનને લીધે લોકોની અવરજવર પર નિયંત્રણ મૂકાયા અને બેન્કો પણ બંધ થઈ ગઈ. આવા કપરા કાળમાં  ઉત્તર પ્રદેશમાં પોસ્ટ ખાતાએ રંગ રાખ્યો. કાગળ-પત્ર- ટપાલની જગ્યાએ અત્યારે તો ઈન્ટરનેટ અને મોબાઈલ તથા  કોમ્પ્યુટરના યુગમાં બધું ઓનલાઈન થઈ ગયું. 

એટલે પોસ્ટ ઓફિસોમાં કાગડા ઉડવા લાગ્યા ને ટપાલીઓ પણ નવરા થઈ ગયા. પણ લોકડાઉન કાળમાં ઉત્તર પ્રદેશના આ જ ટપાલ ખાતું દોડતું થઈ ગયું.  ટપાલીઓ અને ટપાલ ખાતાના કર્મચારીઓએ લોકોની મુશ્કેલી દૂર કરવા કમર કસી. લોકોના ઘરે વિમાના કાગળ, ઔષધો, પોસ્ટ સેવિંગ્સ ખાતાના પૈસા પહોંચાડવા માંડયા. બીજું તો ઠીક ગામડાની હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં પીપીઈ (પર્સનલ પ્રોટેકશન ઈન્પિમેન્ટ) કિટ, માસ્ક વગેરે ચીજો પણ  પહોંચાડવા માંડયા. 

આમ આ ટપાલ ખાતાના કર્મચારીઓ ભાંગ્યાના ભેરૂ સાબિત થયા. ઉત્તર પ્રદેશના ચીફ પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવ કહે છે કે લોકડાઉન દરમ્યાન ટપાલ ખાતાએ ૫૩ લાખ લોકોને ૯૬૭ કરોડ રૂપિયાની રકમ પહોંચતી કરી. આમ લોકડાઉનને લીધે શહેરોમાં બેંકિંગ સેવા, ઈન્સ્યોરન્સ સેવા ખોરવાઈ ગઈ અને ગ્રામ વિસ્તારમાં તો શહેર કરતા પણ બુરી દશા થઈ ત્યારે ટપાલ ખાતું અને મોટા મોટા થેલા ખભેઉપાડી  જરૂરી કાગળો  અને કેશ પહોંચાડનારા ટપાલીઓ  ખરેખર મદદગાર સાબિત થયા. 

અયોધ્યામાં  તાજતરમાં જ રામમંદિરનું  ભૂમિપૂજન થયું. એ અયોધ્યાની પવિત્ર સરયુ નદીમાં હોડીઓમાં બેસીને  પાલીઓ નદી કાંઠાના નાના નાના ગામડાઓમાં કેટલાય કિલોમીટર પગે ચાલીને ગયા. જંગલ વિસ્તારમાં જોખમની પરવા કર્યા વિના જરૂરિયાતવાળા સુધી પહોંચીને આ ટપાલીઓએ ખરેખર કાબીલે તારીફ કામગીરી બજાવી એ જોઈને એમને બિરદાવતા કહેવું પડે કેઃ

ઈન્ટરનેટના યુગમાં 

રહેતી ટપાલ કચેરી ખાલી

પણ કપરા કોરોના કાળમાં

ખરે વખતે કામ આવ્યા ટપાલી.

આતંકવાદીની મહિલા મદદગારોની જોખમી 'ટિફિન સર્વિસ'

વસમા પાડોશી પાકિસ્તાનની હરામખોરી અટકતી નથી. ઘરઆંગણે પાકિસ્તાન બરબાદી, બેકારી અને બેહાલીમાં ઘકેલ્.ું છે.  બહારના દેશો સામે કટોરો લાંબો કરી ભીખ માગતા ઈમરાન ખાનની ખુદ પાક પ્રજા જ 'કટોરા-ખાન' કહી ઠેકડી ઉડાડે છે.  પાક લશ્કરની કઠપૂતલી બની રહેલા ઈમરાન ખાનનું આસન 'હલવા-સન' બની ગયું છે. એટલે કે હલવા માંડયું છે. આમ છતાં ભારતમાં આતંકવાદીઓને ધકેલી ખાનાખરાબી  કરવાની અવળ ચંડાઈ પાકિસ્તાન છોડતું નથી.

જમ્મુ-કાશ્મીરમાં સતર્ક સુરક્ષા દળોએ તાજેતરમાં જ જોખમી 'ટિફિન સર્વિસ' પ્લાનનો પર્દાફાશ કર્યો.  સામાન્ય રીતે મહિલાઓ હાથમાં  ટિફિન લઈને જતી હોય ત્યારે કોઈને શક ન જાય. ભોજન આપવા માટે જતી હોય એવું લાગે.  પણ કાશ્મીરમાં સતર્ક સુરક્ષા અધિકારીઓએ શંકાના આધારે કેટલીક બુરખાધારી મહિલાઓે આંતરીને ટિફિન તપાસતા અંદરથી મોટી રોકડ રકમ મળી.

આકરી પૂછપરછ કરવામાં આવતા ખબર પડી કે મોટા ટિફિનની અંદર બારૂદ અને વિસ્ફોટકની પણ હેરફેર થઈ હશે. આ ટિફિન મારફત અત્યાર  સુધીમાં મોતના સોદાગર આતંકવાદીઓને કેટલી મદદ પહોંચાડાઆ હશે? એ પૈસાનો ઉપયોગ આ પાકિસ્તાનનું પીઠબળ ધરાવતા આતંકવાદીઓએ ભારતની ધરતી પર જ ખાનાખરાબી  માટે કરવાના હશેને? એટલું સારૂં થયું કે આ 'ટિફિન-સર્વિસ'નો પ્લાન સતર્ક સુરક્ષાકર્મીઓએ પકડી પાડયો એટલે મોટું જોખમ ટળ્યું.

તૃતીયપંથીઓ બાપદાદાની જમીનનો હિસ્સો વારસામાં મેળવવા હક્કદાર

તૃતીયપંથીઓ સદીઓથી તિરસ્કાર સહન કરતા આવ્યા છે. સદ્ભાગ્યે બદલાતા સમય સાથે ધીરે ધીરે એમના સારા દિવસો આવી રહ્યા હોય એવાં સંકેત મળી રહ્યા છે. સૌથી પહેલાં તો તૃતીયપંથી તરીકેનો તેમનો દરજજો મળ્યો છે. કોઈ રાજ્યમાં  તૃતીયપંથીઓ ભણી ગણીને તૃતીયપંથી પોલીસ  અફસ બન્યા છે.

કોઈ રાજ્યમાં કોલેજના પ્રિન્સિપલ તરીકેનું સન્માનનીય પદ મેળવ્યું છે તો  દક્ષિણની  મેટ્રો ટ્રેનના સંચાલનમાં તૃતીયપંથીઓ  મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે. તામિલનાડુમાં સરકારે થર્ડ  જેન્ડરને માટે હાઉસિંગ કોલોની ઊભી કરી છે. ટ્રાન્સજેન્ડર વ્યક્તિ આપબળે પાઈલટ બની છે.

ભારતની સર્વોચ્ચ અદાલતે થોડાં વર્ષો પહેલાં ટ્રાન્સજેંડર સમુદાયને થર્ડજેન્ડર  ઘોષિત કરી અલગ ઓળખ આપી. હવે ઉત્તર પ્રદેશ  સરકારે ઘડેલા નવા કાનૂન અંતર્ગત તૃતીયપંથીઓ બાપદાદાની કૃષિ-જમીનનો હિસ્સો વારસામાં મેળવવા માટે હકદરા બન્યા છે. યોગી આદિત્યનાથની સરકારે  ૨૦૦૬ના યુપી રેવેન્યુ કોડમાં સુધારો કરી એમાં અમુક મર્યાદાઓ હતી એ દૂર કરી છે.

અગાઉના પુત્ર-પુત્રી, પરણિત-અપરણિત અને વિધવાને વારસામાં જમીનનો હિસ્સો મેળવવા માટે હક્કદાર ગણાવ્યા હતા. પરંતુ  કાયદામાં સુધારો કરવામાં  આવતા હવે તૃતીયપંથી પણ બાપદાદાની જમીનમાં હિસ્સો મેળવવા માટે હક્કદાર ગણાવ્યા હતાં. પરંતુ  કાયદામાં સુધારો કરવામાં આવતા હવે તૃતીયપંથી પણ બાપદાદાની જમીનમાં  હિસ્સો મેળવવા માટે હક્કદાર બની ગયા છે. હવે તો તૃતીયપંથીઓ પણ 'દો બીધા જમીન'નું  ગીત જરા ફેરવીને ગાઈ શકશેઃ  ધરતી કહે પુકાર, હિસ્સા દેદે પ્યાર સે... મૌસમ બીતા જાય...

'હાથ કી સફાઈ'ની સમસ્યા

મુંબઈમાં એક કોલેજ ગર્લની પાછળ કોઈ રોડ  રોમિયો પડયો. પીછો જ કર્યા કરે.  એક દિવસ છોકરીએ રોમિયો ઊંચા અવાજે તતડાવી પૂછ્યું 'તુમ ક્યો મેે પીછે હાથ ધો કે પડે હો?' નકટા યુવાને  જવાબ આપ્યો 'કોરોના સ બચને કે લિયે હાથ ધોના હી પડતા હૈ... ક્યા કરે?' ખેર આ તો અમથો ટુચકો છે.

પણ કોરોના વાઈરસથી બચવા ડૉકટરો વારંવાર સાબુથી હાથ ધોવાની સલાહ આપે છેને? આ સલાહનું  પાલન કરીને લોકો વારંવાર હાથ ધોતા થઈ ગયા છે. 'હાથ કી સફાઈ'નો ફાયદો પણ થયો છે. સાબુ, લિકિવડ શોપ ને જાતજાતના જંતુનાશક  સાબુ બનાવતી કંપનીઓ તો ચિક્કાર કમાણી કરે છે. આપણામાં કહે છે ને કેઃ પૈસો તો હાથનો મેલ કહેવાય.  તો આપાણ હાથનો એ 'મેલ' ઉતારીને કંપનીઓ લખલૂંટ પૈસો ભેગો કરવા માંડી છે.

કોરોના મહામારી શરૂ થઈ એ પછી મોટાભાગના લોકો દિવસમાં વારંવાર હાથ ધોતા થયા. પરંતુ અમુક લોકો એવાં  છે કે મહામારી શરૂ થઈ એ પહેલાંથી વારંવાર હાથ ધોતા રહ્યાં  છે. આ એક જાતની માનસિક બીમારી છે જેેને  'ઓબ્સેસીવ કમ્પલ્સીવ ડિસઓર્ડર' કહેવાય છે. આ માનસિક  બીમારી હોય એવી વ્યક્તિ હાથ ઘસી ઘસીને બાથરૂમની બહાર આવે પછી મનમાંએવું થાય છે કે હજી હાથ અસ્વચ્છ રહી ગયા એટલે ફરીથી હાથ ધોઈ નાંખે છે.આ લખનાર ખુદ આ માનસિક તકલીફનો શિકાર બની રહ્યો છે. આવી વ્યક્તિને દરેક વસ્તુમાં વિષાણુ કે બેકટેરિયા હોય એવું લાગે  છે. એટલે વારંવાર હાથ ધોતા રહે  છે સાફ-સફાઈ કરતા રહે છે.

અમુક વ્યક્તિ તો વારંવાર નહાતી હોય છે. ક્યારેક તો સાબુથી  હાથ ધોઈ ધોઈને હથેળીની ચામડી સુદ્ધાં ઉખડી જાય છે. આ માનસિક તકલીફ ભોગવતી વ્યક્તિમાંથી અમુક વારંવાર ઘરની અંદરની સ્ટોપર કે લોક બંધ છે કે નહીં એ પણ તપાસ્યા કરે  છે. કોઈ વળી રસ્તા પર ચાલીને નીકળે ત્યારે   પગમાં કચરો ચોંટયો છે એમ માની વારંવાર જમીન સાથે પગ ઘસે છે.કોઈ વળી કારની સફાઈ કર્યા કરે છે. આવાં લક્ષણો દેખાય તેને તરત જ માનસચિકિત્સક પાસે લઈ જવાની સલાહ આપવામાં આવે છે. સમયસર ઉપચાર કરવામાં આવે તો વ્યક્તિ બીમારીમાંથી મુક્ત થઈ શકે છે.

સફાઈ જ્યારે  સમસ્યા બની જાય ત્યારે એમાંથી મુક્ત વા માટે સારવાર અને યોગ્ય સલાહ-માર્ગદર્શન  કારગત સાબિત થાય છે. બાકી તો કોરોના બીમારીથી  બચવા વારંવાર હાથ ધોવામાં વાંધો નહીં. પણ એટલું ખાસ ધ્યાન રાખવું કે  હાથની સફાઈ ડિસઓર્ડરનું  સ્વરૂપ ન લઈ લે. હળવાશથી કહીએ તોઃ

હાથ કરે સાફ

એને માંદગી કરે માફ

પણ જેના હાથ કરે

ગામના ખિસ્સા  સાફ

એને કોઈ ગુના નહીં માફ.

પંચ-વાણી

ગન-પતિ- વિધ્ન કરે

ગણપતિ - વિધ્ન હરે

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો