રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં વરસાદ, કચ્છના અબડાસામાં 8 ઈંચ


અમદાવાદ, તા. 30 ઓગસ્ટ 2020 રવિવાર

રાજ્યમાં વરસાદી માહોલ બન્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 217 તાલુકામાં વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ કચ્છના અબડાસામાં આઠ ઈંચ કરતા વધુ અને મુન્દ્રામાં પોણા આઠ ઈંચ વરસાદ થયો છે. 

સુરતના કામરેજમાં 5 ઈંચ, નવસારીના ગણવેદી અને સુરતના પલસાણામાં પણ પાંચ-પાંચ ઈંચ વરસાદ થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 16 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ થયો છે. તો 38 તાલુકામાં 3 ઈંચ અને 50 તાલુકામાં 2 ઈંચ તથા 94 તાલુકામાં એક-એક ઈંચ વરસાદ નોંધાયો છે.  

રાજ્યમાં આજે સવારે 6 કલાકથી 8 કલાક સુધીમાં બનાસકાંઠાના દાંતામાં ચાર ઈંચથી વધુ, જૂનાગઢના મેંદરડામાં બે ઈંચથી વધુ તથા વંથલી અને વિસાવદરમાં બે ઈંચ જેટલો વરસાદ થયો છે. તો મહેસાણાના સાતલસાના અને બોટાદમાં પણ દોઢ ઈંચ જેટલો વરસાદ થયો છે. 

આમ આજે રાજ્યના 14 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 941.17 મીમી વરસાદ થયો છે. જો ટકાવારીની દ્રષ્ટિએ  ગુજરાતમાં અત્યાર સુધી 113 ટકાથી વધુ વરસાદ થયો છે. 

રાજ્યના 82 તાલુકામાં 1000 મીમીથી વધારે વરસાદ પડ્યો છે. તો 140 તાલુકામાં 500-1000 મીમી વરસાદ થયો છે. 29 તાલુકામાં 251-500 મીમી વરસાદ થયો છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો