અમેરિકામાં હવે કોરોના પીડિતોને અપાશે રેમેડિસવિર, મળી મંજૂરી
વૉશિંગ્ટન, તા. 29 ઓગસ્ટ 2020 શનિવાર
અમેરિકાએ પોતાના દેશમાં કોરોના પીડિત દર્દીઓ પર એન્ટિવાયરલ ડ્રગ રેમેડિસવિરના ઉપયોગને પરવાનગી આપી દીધી છે. હોસ્પિટલમાં દાખલ કોરોના સંક્રમિત દર્દીઓને હવે આ દવા આપવામાં આવશે.
ડ્રગમેકર કંપની ગિલિયડ સાયન્સે કહ્યુ કે નિયામકોએ કોવિડ-19ના કારણે હોસ્પિટલમાં દાખલ તમામ દર્દીઓ માટે પ્રાયોગિક એન્ટિવાયરલ ડ્રાગ રેમેડિસવિરનો ઉપયોગ કરવાની અનુમતિ આપી દીધી છે.
અગાઉ અમેરિકી ખાદ્ય અને ઔષધિ વહીવટીતંત્રએ આપાતકાલીન સ્થિતિમાં આ દવાના ઉપયોગની પરવાનગી આપી દીધી હતી અત્યાર સુધી આ ગંભીર કોરોના વાયરસથી પીડિત રોગીઓને આપવામાં આવતી હતી. કેલિફોર્નિયાની કંપની ગિલિયડે 10 ઓગસ્ટે રેમેડિસવિરની ઔપચારિક મંજૂરી માટે અરજી કરી હતી. હવે આને બ્રાન્ડ નામ વેક્લેરી હેઠળ વેચવામાં આવશે.
ગિલિયડે એક નિવેદનમાં કહ્યુ કે આ આપાતકાલીન ઉપયોગની સુવિધાનો વિસ્તાર છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓને લઈને હાલના સંઘીય અધ્યયનના પરિણામો પર આ આધારિત હતુ. જેમાં ગંભીરતાના વિભિન્ન સ્તરને જોતા આ નિર્ણય લેવાયો છે.
ગિલિયડના અધ્યયનમાં જાણવામાં આવ્યુ છે કે કોરોના વાઈરસના કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં, રેમેડિસવિર ઉપયોગ બાદ પાંચ દિવસની સારવારમાં સુધાર થવાની સંભાવના 65% વધારે હતી.
Comments
Post a Comment