અમેરિકામાં ચીની જાસૂસ પકડાયો, વર્જિનિયા યુનિવર્સિટીનો સ્કોલર નીકળ્યો


- વેપાર વાણિજ્યની માહિતી ચોરતો હતો

વૉશિંગ્ટન તા.29 ઑગષ્ટ 2020 શનિવાર

અમેરિકાની વર્જિનિયા યુનિવર્સિટીમાં સ્કોલર તરીકે અભ્યાસ કરતા અને ચીન માટે જાસૂસી કરતા એક ચીની નાગરિકની ધરપકડ કરવામાં આવી હતી. પોતે જાસૂસ હોવાની જાણ સરકારને થઇ ચૂકી છે એવો ખ્યાલ આવતાં એ ચીન નાસી જવાની તૈયારીમાં હતો ત્યારે પકડી લેવામાં સફળતા મળી હતી.

આ ચીની જાસૂસનો પરિચય હાઇજો હૂ તરીકે અપાયો હતો. એ વેપાર વાણિજ્યને લગતી માહિતી તફડાવતો હોવાનો એના પર આરોપ મૂકાયો હતો. અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટના કહેવા મુજબ જે કોમ્પ્યુટરને હાથ લગાડવાની મનાઇ હતી એમાંથી હાઇજો માહિતી તફડાવતો હતો. આ કોમ્પ્યુટર પ્રોટેક્ટેડ હતું છતાં હાઇજોએ એના પર બેસીને એમાંથી કેટલોક ડેટા ચોર્યો હતો એવું જસ્ટિસ ડિપાર્ટમેન્ટે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું. આ યાદીમાં વધુમાં એવી માહિતી આપવામાં આવી હતી કે હાઇજો હૂ મૂળ ચીનનો રહેવાસી છે અને એના પર વેપાર-વાણિજ્યની માહિતી ચોરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. 

આ યાદીમાં એવો દાવો કરાયો હતો કે પોતે જાસૂસ હોવાનો અમેરિકી સરકારને ખ્યાલ આવી જતાં એ વિમાન દ્વારા નાસી છૂટવાની તૈયારીમાં તો ત્યારેજ એને ઝડપી લેવામાં આવ્યો હતો. 

અત્રે એ યાદ રહે કે છેલ્લા થોડા સમયથી અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોમાં તનાવ સર્જાયો હતો. અમેરિકાએ ચીનની કેટલીક એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો અને ચીનની એક રાજદૂતાવાસ કચેરી પણ બંધ કરાવી હતી.


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો