અમદાવાદમાં મોડી રાત્રે બે માળનું મકાન ધરાશાયી, એકનું મોત

અમદાવાદ, તા.28 ઓગસ્ટ 2020, શુક્રવાર

અમદાવાદના કુબેરનગરમાં મોડીરાત્રે બે માળનું મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી. અમદાવાદના એ-વોર્ડ પાસે આવેલું મકાન જર્જરિત હાલતમાં હતું, જેથી તે વરસાદી માહોલ હોવાને કારણે ધ્વસ્ત થયુ હતું. મકાનના કાટમાળ નીચે બે થી ત્રણ લોકો નીચે દબાઈ ગયા હતા. 

ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. કાટમાળમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં જર્જરિત મકાનો આવેલા છે. ત્યારે કુબેરનગરમાં મોડી રાત્રે બે માળનું એક મકાન ધ્વસ્ત થઈ ગયું હતું. આ મકાન જર્જરિત હાલતમાં જ હતું. સતત 5 કલાક કરતા વધુ સમય ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કામગીરી ચાલી હતી. જેમાં બે લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. તો

પ્રેમજી ગઢવી નામના એક યુવકનું કાટમાળ નીચે દબાઈ જવાથી મોત નિપજ્યું છે. આ મકાન ધરાશાયી થતા આજુબાજુના રહેવાસીઓમાં ફફડાટ ફેલાયો હતો.





Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો