અમેરિકાના વિદેશમંત્રીની મુલાકાત વખતે જ યુક્રેન પર રશિયાનો મોટો હુમલો, 17ના મોત, 32થી વધુ ઘવાયા

image : Twitter


અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિકંન (Antony Blinken) ના કીવના પ્રવાસ દરમિયાન જ પૂર્વ યુક્રેનના શહેર કોસ્ટિયાનટિનિવ્કામાં એક ભીડ ભરેલા બજારને રશિયાએ નિશાન બનાવી ઘાતક હુમલો કર્યો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા 17 લોકો માર્યા ગયા અને 32થી વધુ ઘવાયા હતા. 

લોકોમાં નાસભાગ મચી ગઈ હતી 

રાષ્ટ્રપતિના અધિકારીઓ દ્વારા જાહેર કરાયેલા ઓનલાઈન ફૂટેજમાં દેખાય છે કે લોકો પોતાની સામે એક મોટો વિસ્ફોટ જોયા બાદ જમીન પર પડી જાય છે કાં પછી આમ તેમ ભાગવા લાગે છે. અમુક સેકન્ડ બાદ જ્યારે તે આકાશ તરફ જુએ છે તો તેમને મિસાઈલ જેવો અવાજ સંભળાવા લાગે છે. 

ઝેલેન્સ્કીએ આપી માહિતી  

રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ હુમલાની ટીકા કરતાં કહ્યું કે યુદ્ધના મેદાનની નજીકમાં ઔદ્યોગિક શહેરમાં એક બજાર, દુકાનો અને એક ફાર્મસીને નિશાન બનાવીને હુમલો કરાયો હતો. ઝેલેન્સ્કીએ મેસેજિંગ એપ પર કહ્યું કે આ રશિયન બદીને જલદીથી જલદી હરાવવી પડશે. 

  

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન