ગુજરાતમાં આગામી 3 દિવસ વરસાદ, અન્ય રાજ્યોમાં કેવી રીતે રહેશે સ્થિતિ, જાણો IMDનું મોટું અપડેટ

image : Twitter


મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદનું પૂર્વાનુમાન છે. જ્યારે મોનસૂનની સ્થિતિની વાત કરીએ તો હવામાન વિભાગ (IMD) ના અહેવાલ અનુસાર ઉત્તર, મધ્ય અને પૂર્વ ભારતના રાજ્યોમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી મોનસૂન એક્ટિવ રહેશે. તેના લીધે ભારતના આ ભાગોમાં વરસાદ જોવા મળી શકે છે. 

G20 સમિટ વચ્ચે નવી દિલ્હીમાં કેવી રહેશે સ્થિતિ? 

હવામાન વિભાગની માનીએ તો દેશની રાજધાની નવી દિલ્હીમાં આજે એટલે કે 08 સપ્ટેમ્બરે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી અને મહત્તમ તાપમાન 37 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જ્યારે આજે નવી દિલ્હીમાં વાદળોનો કબજો જોવા મળી શકે છે. જ્યારે 09 અને 10 સપ્ટેમ્બરની વાત કરીએ તો નવી દિલ્હીના વિસ્તારોમાં હળવો કે મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. 

અન્ય રાજ્યોની સ્થિતિ 

ઉત્તરપ્રદેશમાં આજે હવામાન સાફ જોવા મળી શકે છે. હવામાન એજન્સીના અહેવાલ અનુસાર મહારાષ્ટ્રના વિદર્ભ, કોંકણ, ગોવા, કેરળ, છત્તીસગઢના અમુક ભાગો, તેલંગાણા, ઉત્તર તટીય આંધ્રપ્રદેશ, લક્ષદ્વીપ અને ઓડિશામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે બિહાર, ઝારખંડ, પ.બંગાળ, પૂર્વ અને મધ્ય યુપી, પૂર્વ રાજસ્થાન, ગુજરાત, મરાઠાવાડા, ઉત્તર પૂર્વ ભારત, તટીય કર્ણાટક, ઉત્તર આંતરિક કર્ણાટક અને અંદમાન અને નિકોબાર ટાપુ સમૂહમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન