મધ્યપ્રદેશમાં ભાજપની 'જન આશીર્વાદ રેલી' સામે કોંગ્રેસ યોજશે 'જન આક્રોશ રેલી', રાજકારણ ગરમાશે


ભારતમાં 2024 રાજકારણીઓ માટે અગ્નિ પરીક્ષાનું વર્ષ છે. કારણ કે આ વર્ષે ભારતમાં લોકસભાની ચૂંટણી યોજવાની છે. સાથે જ કેટલા રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજવાની છે. તમામ પાર્ટીઓ તેને ધ્યાને લઇ અત્યારથી પ્રચારના કામોની શરૂઆત કરી દીધી છે. આવનારા દિવાસોમાં મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે અને યાત્રાઓના રાજકારણ જોર પકડ્યું છે. કેટલીક જગ્યાએ ધાર્મિક સ્થળોના પ્રવાસનું આયોજન કરવામાં આવી રહ્યું છે તો કેટલીક જગ્યાએ રાજકીય પક્ષોના પ્રવાસો જનતાને રીઝવવા ચાલી રહ્યા છે.

ભાજપની જન આશીર્વાદ રેલી સામે વિપક્ષની જન આક્રોશ રેલી

વર્ષ 2018ની વિધાનસભા ચૂંટણીના પરિણામો ભાજપની સાથે કોંગ્રેસને પણ વધુ સજાગ અને સાવધ કરી દીધા છે. આ જ કારણ છે કે બંને રાજકીય પક્ષો આગામી ચૂંટણીમાં કોઈ ભૂલ કરવા માંગતા નથી અને તમામ યુક્તિઓ અજમાવવા જઈ રહ્યા છે. ભાજપે પાંચ જગ્યાએ જન આશીર્વાદ રેલી નીકળી છે. તેની સામે કોંગ્રેસ પક્ષ દ્વારા જન આક્રોશ રેલી કાઢવાની તૈયારી કરી રહી છે.

કોંગ્રેસની આ રેલીમાં તમામ દિગ્ગજ નેતાઓ જોડાશે 

એક તરફ સતાપક્ષ દ્વારા ચૂંટણીને ધ્યાને લઇ જન આશીર્વાદ રેલી યોજવાની જાહેરાત કરી છે તો બીજી તરફ કોંગ્રેસે સરકારને ટાર્ગેટ કરવા માટે જન આક્રોશ રેલી યોજવા જઈ રહી છે. આ રેલીઓ રાજ્યના લગભગ દરેક ભાગમાં પહોંચશે અને રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે,  રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ આ યાત્રાઓમાં ભાગ લેશે.

કોંગ્રેસ કરશે સરકારને ધેરવાની તૈયારી 

કોંગ્રેસે આ યાત્રાઓ માટે મીડિયા ઈન્ચાર્જની પણ નિમણૂક કરી છે, જ્યારે રોડ મેપ પણ ફાઈનલ થઈ રહ્યો છે. આ રેલી 15 કે 17 સપ્ટેમ્બરના રોજ યોજાઈ શકે છે. આ પ્રવાસોમાં કોંગ્રેસ ભાજપ સરકારના 18 વર્ષના શાસનની ખામીઓને લોકો સમક્ષ લઈ જશે અને કમલનાથની આગેવાની હેઠળની સરકારના પતનની વાતોનો ઉલેખ્ખ કરી સરકારને ઘેરવાની તૈયારીમાં છે.


Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન