ISROના માર્ગે ચાલ્યું જાપાન, ચંદ્રયાન-3ની જેમ લોન્ચ કર્યું 'મૂન મિશન', SLIM લેન્ડર સાથે H-IIA રોકેટ રવાના
![]() |
|
image : Twitter |
જાપાને આજે વહેલી સવારે રાષ્ટ્રીય અંતરિક્ષ એજન્સીના ચંદ્ર લેન્ડરને લઈ જનારા રોકેટ H-IIAને લોન્ચ કર્યું હતું. હવામાન ખરાબ હોવાને લીધે ગત મહિને એક અઠવાડિયામાં ત્રણ વખત મિશન સ્થગિત કરાયા બાદ છેવટે જાપાન આ મિશનને લોન્ચ કરવામાં સફળ રહ્યું છે.
જાપાનના મિશનમાં કોની મહત્ત્વની ભૂમિકા?
સમાચાર એજન્સી અનુસાર જાપાનના એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી (JAXA)એ કહ્યું કે રોકેટે દક્ષિણ જાપાનના તનેગાશિમા અંતરિક્ષ કેન્દ્રથી ઉડાન ભરી હતી. આ રોકેટના નિર્માણ અને લોન્ચ કરવામાં સૌથી મહત્ત્વપૂર્ણ ભૂમિકા મિત્સુબિશી હેવી ઈન્ડસ્ટ્રીઝે ભજવી હતી.
ઘણાં સમયથી કરી રહ્યો હતો પ્રયાસ
જાપાન ઘણાં સમયથી મૂન મિશન પર કામ કરી રહ્યું હતું. તેના મૂન મિશનમાં અનેક વસ્તુઓ સામેલ છે. આ મિશન હેઠળ ચંદ્ર પર તપાસ કરવા માટે સ્માર્ટ લેન્ડર (SLIM) ઉતારાશે. જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી તેને એચ-2એ રોકેટની મદદથી ચંદ્ર પર મોકલી રહી છે. જાપાનના SLIM પ્રોજેક્ટને મૂન સ્નાઈપર તરીકે ઓળખાય છે.

Comments
Post a Comment