G20 સમિટ : અમેરિકી રાષ્ટ્રપતિ બાયડેન આજે ભારત આવશે, PM મોદી સાથે મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર થશે બેઠક

G20 સમિટ (G20 Summit) માટે દેશની રાજધાની સંપૂર્ણપણે સજ્જ થઈ ચૂકી છે. આ દરમિયાન વિશ્વના ટોચના નેતાઓનું આગમન પણ હવે શરૂ થવા જઈ રહ્યું છે.  માહિતી અનુસાર વ્હાઇટ હાઉસે બુધવારે જણાવ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડેનનો કોરોના ટેસ્ટ કરાયો હતો અને તેમાં તે નેગેટિવ આવ્યા હતા. એટલા માટે G20ની પ્લાનિંગમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે. આશા છે કે તેઓ જલદી ભારતની મુલાકાત લેવા નીકળશે. 

વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ આપી માહિતી 

આ મામલે પ્રેસ બ્રીફિંગમાં વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરીન જીન પિયરેએ કહ્યું કે  નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે અત્યાધુનિક ભારત મંડપમ કન્વેન્શન સેન્ટર ખાતે 9 અને 10 સપ્ટેમ્બરના રોજ યોજાનારી G20 લીડર્સ સમિટ માટે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેન ભારતની મુલાકાત લેશે. તેમની મુલાકાત દરમિયાન બાયડેન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે અને પછી આગામી બે દિવસમાં G20 સમિટમાં સત્રોમાં ભાગ લેશે. ત્યારબાદ તેઓ વિયેતનામની મુલાકાતે જશે. બ્રીફિંગમાં પિયરે કહ્યું કે ભારત અને વિયેતનામની મુલાકાત લેવાની બાયડેનની યોજનામાં કોઈ ફેરફાર થશે નહીં.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો