આજે 6 રાજ્યોની 7 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામ, INDIA vs NDA વચ્ચે કોણ બાજી મારશે?

દેશના છ રાજ્યોની સાત વિધાનસભા બેઠકો પર 5 સપ્ટેમ્બરે યોજાયેલી પેટાચુંટણીના પરિણામો આજે જાહેર કરાશે. તેમાં ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, કેરળ, બંગાળ, ત્રિપુરા અને ઝારખંડની બેઠકો સામેલ છે. લોકસભા ચૂંટણી પહેલા આ પેટાચૂંટણીને  NDA તથા INDIA ગઠબંધન માટે મહત્ત્વપૂર્ણ મનાઈ રહી છે. 

કઈ કઇ બેઠકો પર યોજાઈ છે ચૂંટણી? 

છ રાજ્યોની સાત વિધાનસભા બેઠકો માટે 5 સપ્ટેમ્બરે પેટાચૂંટણી યોજાઈ હતી. આ બેઠકોમાં યુપીની ઘોસી, બંગાળની ધૂપગુરી, કેરળની પુથુપલ્લી, ઝારખંડની ડુમરી, ઉત્તરાખંડની બાગેશ્વર, ત્રિપુરાની ધાનપુર અને બોક્સાનગર બેઠકનો સમાવેશ થાય છે.

બધાની નજર આ બેઠક પર 

બધાની નજર ઉત્તર પ્રદેશની ઘોસી વિધાનસભા સીટ પર છે. અહીંથી ભાજપના દારા સિંહ ચૌહાણ અને સપાના સુધાકર સિંહ વચ્ચે મુકાબલો છે. ઘોસી બેઠક માઉ જિલ્લા હેઠળ આવે છે.


Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન