G20 Summitનો આજે બીજો દિવસ, વૈશ્વિક નેતાઓ પહોંચ્યા રાજઘાટ, જાણીલો આજનો સંપૂર્ણ કાર્યક્રમ
![]() |
|
image : Twitter |
નવી દિલ્હીમાં ચાલી રહેલી G20 શિખર સમિટ (G20 Summit Delhi) નો આજે બીજો અને અંતિમ દિવસ છે. દુનિયાભરથી આ કાર્યક્રમને સકારાત્મક પ્રતિક્રિયા મળી રહી હોવાના દાવા થઇ રહ્યા છે. તેમાં પ્રથમ દિવસની કાર્યવાહીમાં India-Middle East-Europe Economic Corridor સહિત અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા.
આજે સંમેલનમાં યોજાશે જુદા જુદા કાર્યક્રમ...
સવારે 8:15 થી 9:00 વાગ્યા સુધી : રાજધાટ પર નેતાઓ અને પ્રતિનિધિમંડળોના પ્રમુખોનું આગમન અને રાજઘાટ પર લીડર્સ લોન્જમાં શાંતિ દીવાલ પર હસ્તાક્ષર કરાશે.
સવારે 9:00 થી 9:20 વાગ્યા સુધી : વર્લ્ડ લીડર્સ મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલિ કરશે. તેના પછી નેતા અને પ્રતિનિધિમંડળ નેતા અને પ્રતિનિધિમંડળના પ્રમુખ ભારત મંડપમના લીડર્સ લોન્જમાં જશે.
સવારે 9:40 થી 10:15 વાગ્યા સુધી : ભારત મંડપમમાં નેતાઓ અને પ્રતિનિધિમંડળના પ્રમુખોનું આગમન.
સવારે 10:15 થી 10:30 વાગ્યા સુધી : ભારત મંડપમના સાઉથ પ્લાઝામાં વૃક્ષારોપણ સમારોહ.
સવારે 10:30 થી 12:30 વાગ્યા સુધી : G20 શિખર સંમેલનના ત્રીજા સેશન વન ફ્યૂચરનું આયોજન થશે. તેના પછી નવી દિલ્હી ડિક્લેરેશન અપનાવાશે. ત્યારબાદ શિખર સંમેલનનું સમાપન થશે. વૈશ્વિક નેતા સમાપન બાદ ભારત મંડપમથી પ્રસ્થાન કરશે.

Comments
Post a Comment