મોરક્કોમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ, 296 લોકોના મોત, 150થી વધુ ઘાયલ, રાહત અને બચાવકાર્ય શરુ

મોરક્કોમાં મોડી રાત્રે 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, આ ભૂકંપના કારણે ઓછામાં ઓછા 296 લોકોના મોત થયા છે જ્યારે 150થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર છે. હાલ રાહત અને બચાવકાર્યની કામગીરી ચાલુ છે.
ભૂકંપના કારણે અનેક ઈમારત ધરાશાઈ થઈ
આફ્રિકી દેશ મોરક્કોમાં મોડી રાત્રે જોરદાર ભૂકંપના કારણે તારાજી સર્જાઈ હતી. ભૂકંપના કારણે અનેક ઈમારત ધરાશાયી થઈ હતી જેના કારણે 296 લોકોના મોત થયા હતા જ્યારે 153 લોકો ઘાયલ થયા છે. આ ભૂકંપની તીવ્રતા 6.8 મપાઈ હતી. હાલ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ મોરક્કોના મારાકેશ શહેરથી લગભગ 70 કિલોમીટર દૂર નોંધાયુ હતું. ભૂકંપ એટલો જોરદાર હતો કે તેની અસર મરાકેશથી 350 કિલોમીટર દૂર રાજધાની રબાતમાં પણ આંચકા અનુભવાયા હતા.
ભારતીય સમય અનુસાર ભુકંપ વહેલી સવારે આવ્યો હતો
ભારતીય સમય અનુસાર આજે વહેલી સવારે 3.41 વાગ્યાની આસપાસ આ ભૂકંપ આવ્યો હતો. USGS અનુસાર આ 120 વર્ષોમાં ઉત્તરી આફ્રિકામાં સૌથી શક્તિશાળી ભૂકંપ છે. USGSએ જણાવ્યુ હતું કે વર્ષ 1900 બાદ આ એરિયાના 500 કિમી ક્ષેત્રમાં કોઈપણ એમ 6 લેવલ અથવા તેનાથી મોટો ભૂકંપ આવ્યો નથી. અહી એમ 5 લેવલનો ભૂકંપ જ નોંધાયો છે. મારાકેશ શહેરના એક રહેવાસીએ જણાવ્યુ હતું કે ભૂકંપના કારણે અનેક ઈમારત ધરાશાયી થઈ છે. હાલ વિનાશક ભૂકંપને કારણે લોકમાં ભયનો માહોલ છે. આ ભયાનક ભૂકંપની તસવીર અને વીડિયો સામે આવી રહ્યા છે.
Extremely pained by the loss of lives due to an earthquake in Morocco. In this tragic hour, my thoughts are with the people of Morocco. Condolences to those who have lost their loved ones. May the injured recover at the earliest. India is ready to offer all possible assistance to…
— Narendra Modi (@narendramodi) September 9, 2023
PMએ શોક વ્યક્ત કર્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરક્કોમાં આવેલા વિનાશકારી ભૂકંપમાં મૃત્યુ પામનાર લોકોના પરિવાર પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે. તેમણે પોતાના સોશ્યલ મીડિયા સાઈટ પર લખ્યું હતું કે મોરક્કોમાં ભૂકંપના કારણે જાનમાલના નુકસાનથી ખુબ જ દુ:ખ થયું છે. આ દુ:ખના સમયે મારી સંવેદના મોરક્કોના તે લોકો સાથે છે જેના તેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે. ભારત આ મુશ્કેલ સમયમાં સક્ય તેટલી મદદ કરવા તૈયાર છે.
તુર્કિયેમાં પણ આવો જ વિનાશકારી ભૂકંપ આવ્યો હતો
આ પહેલા તુર્કીયેમાં પણ આવો જ એક વિનાશકારી ભૂકંપ 6 ફેબ્રુઆરી 2023ના રોજ આવ્યો હતો, જેમાં 45 હજારથી વધુ લોકોના મોત થયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.8 મેગ્નિટ્યુડ હતી. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ તુર્કિયેનું ગાઝિઆન્ટેપ હતું.
Comments
Post a Comment