Posts

Showing posts from February, 2025

સુદાનમાં અર્ધલશ્કરી દળે ખુલ્લા બજારમાં કર્યો ઘાતક હુમલો, 54 લોકોના મોત, 150થી વધુ ઘાયલ

Image
Sudan Attack : સુદાનમાં સેનાની સામે લડી રહેલા અર્ધલશ્કરી દળે ઓમદુરમાન પ્રાંતના એક ઓપન માર્કેટ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં આશરે 54 લોકોના મોત થયા છે અને 158થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. સુદાનના આરોગ્ય વિભાગના અધિકારીઓએ શનિવારે (1 ફેબ્રુઆરી) આ અંગે માહિતી આપી છે. તેમના જણાવ્યાનુસાર, સુદાનના અર્ધલશ્કરી દળ રેપિડ સપોર્ટ ફોર્સ (RSF)એ આ હુમલો કર્યો છે.  મહિલાઓ અને બાળકોના મોત

પાકિસ્તાનમાં સેના અને બલુચો વચ્ચે ભયાનક અથડામણ, 41ના મોત, બળાખોરોનો હાઈવે પર કબજો

Image
Pakistan-Balochistan Clash : પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં સેના અને પોલીસની બર્બતા વિરુદ્ધ સ્થાનીક લોકો ગુસ્સે થયેલા છે, જેના કારણે અહીં સેના અને બલૂચ બળવાખોરો વચ્ચે અવારનવાર લોહીયાળ અથડામણ થતી રહે છે. આ જ ક્રમમાં સેના અને બળવાખોરો વચ્ચે ભયાનક અથડામણ થઈ છે, જેમાં પાકિસ્તાની સેનાના 18 જવાનોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. અથડામણમાં 23 બળવાખોરોના પણ મોત થયા છે. આ ઉપરાંત બલૂચોએ હાઈવે પર પણ કબજો કરી લીધો છે, જેના કારણે સેના લાચાર બની ગઈ છે. બલૂચ લોકો સરકાર-આર્મીના વિરોધમાં