ચીન-કેનેડા બાદ યુરોપ પર ટેરિફ નાંખવાની ટ્રમ્પની જાહેરાત, ભારત અંગે સ્પષ્ટતા નહીં
- ચીન, કેનેડા પર ટેરિફ બાદ ટ્રમ્પની વધુ એક મોટી જાહેરાત
- ઇયુ બ્રાન્ડેડ કાર, કૃષિ સહિતની અબજો ડોલરની વસ્તુઓ અમને વેચે છે પરંતુ અમારી કોઇ જ વસ્તુ લેવા તૈયાર નથી : ટ્રમ્પ
- અમેરિકા ઇયુ દેશો પર ટેરિફ નાખે તો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં નામ ધરાવતી મોટી કાર કંપનીઓને ફટકાની શક્યતા
બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરિફ લાદ્યા બાદ હવે યુરોપિયન યુનિયન (ઇયુ) દેશોને પણ ધમકી આપી દીધી છે. ટ્રમ્પે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ઇયુ તરફથી અમેરિકામાં આવતા તમામ સામાન પર ટેરિફનો નિર્ણય ટુંક સમયમાં લેવામાં આવશે. અગાઉ કેનેડા મેક્સિકોના સામાન પર ૨૫ ટકા અને ચીનના સામાન પર 10 ટકા ટેરિફની જાહેરાત કરાઇ છે.
Comments
Post a Comment