CM યોગી પર અખિલેશનો વળતો પ્રહાર, '100 કરોડ શ્રદ્ધાળુઓ માટે તૈયારી' વાળો વીડિયો કર્યો પોસ્ટ
Political Controversy on Maha kumbh : મહાકુંભમાં નાસભાગ બાદ શ્રદ્ધાળુઓના થયેલા મોત મામલે સમગ્ર દેશમાં શોકની લાગણી પ્રસરી છે. આ દરમિયાન મંગળવારે (4 ફેબ્રુઆરી) સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે સંસદમાં આ મુદ્દો ઉઠાવીને યોગી આદિત્યનાથ પર પ્રહાર કર્યા હતા. જે પછી થોડાક જ કલાકોમાં યોગી આદિત્યનાથે અખિલેશ યાદવને વળતો જવાબ આપ્યો હતો અને હવે અખિલેશ યાદવે આ મામલે ફરી નિવેદન આપતા બંને વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂં થયું છે.
શું છે સમગ્ર ઘટના?
અખિલેશ યાદવે સંસદમાં યોગી આદિત્યનાથ પર પ્રહારો કર્યા હતા, જે પછી યોગીએ અખિલેશ પર વળતો પ્રહાર કર્યો હતો કે, 'મેં ક્યારેય કહ્યું નથી કે 100 કરોડ ભક્તો આવશે.
Comments
Post a Comment