'કેજરીવાલે આતિશીને હરાવવાના પ્રયાસ કર્યા', ભાજપ સાંસદે કર્યો ચોંકાવનારો દાવો
Delhi Politics: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હિમાચલ પ્રદેશ ભાજપ સાંસદ અનુરાગ ઠાકરે આમ આદમી પાર્ટી સંયોજક અરવિંદ કેજરીવાલ પર દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી માર્લેનાને હરાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, 'કેજરીવાલ આતિશી માર્લેનાને હરાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ ખુદ હારી ગયા. આમ આદમી પાર્ટીનો આંતરિક વિખવાદ સપાટી પર આવી ગયો છે.'
'કેજરીવાલે પાર્ટીના સંસ્થાપક સભ્યોને ખતમ કર્યા'
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ આતિશી માર્લેનાના ડાન્સવાળા વીડિયો ક્લિપ અંગે પૂછવા પર અનુરાગ ઠાકુરે કહ્યું કે, 'અરવિંદ કેજરીવાલની રાજનીતિ જુઓ, અન્ના હજારેના ખભા પર ચઢીને તેઓ રાજનીતિમાં આવ્યા, તેમણે તેમને જ ખતમ કરી દીધા.
Comments
Post a Comment