ટોરેન્ટો એરપોર્ટ પર લેન્ડીંગ વખતે વિમાન ક્રેશ, 18 લોકો ઇજાગ્રસ્ત, ઇમરજન્સી સર્વિસની ટીમો ઘટનાસ્થળે
Delta Airlines Plane Crash: ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઇટ નંબર 4819ને લેન્ડીંગ વખતે અકસ્માત નડ્યો છે. આ ફ્લાઇટ મિનિયાપોલિસ-સેન્ટ પોલ એરપોર્ટથી ટોરેન્ટ પિયર્સન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરફ જઇ રહી હતી. જોકે ટોરેન્ટો પિયર્સન એરપોર્ટ પર લેન્ડીગ વખતે અકસ્માતનો ભોગ બની હતી. વિમાનમાં 80 લોકો સવાર હતા, જેમાંથી 76 મુસાફરો અને 4 ચાલક દળના સભ્યો હતા. વિમાનમાંથી તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે, આ દુર્ઘટનામાં 18 લોકોને ઇજા પહોંચી છે.
Comments
Post a Comment