દેશની ટેક્સ વ્યવસ્થામાં થશે મોટા ફેરફાર! કેન્દ્રીય કેબિનેટમાં લેવાયા મહત્ત્વપૂર્ણ નિર્ણયો
Union Cabinet Big Decision: કેન્દ્ર સરકારે શુક્રવારે (7 ફેબ્રુઆરી) કેબિનેટ બેઠકમાં કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયોને મંજૂરી આપી છે. જેમાં કૌશલ ભારત કાર્યક્રમ (Skill India Programme) માટે 8,800 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે. આ સિવાય સફાઈ કર્મચારીઓના હિતમાં પણ મોટો નિર્ણય લેવાયો છે. રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના કાર્યકાળને ત્રણ વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. દક્ષિણ કોસ્ટ રેલ્વે ઝોનના વિકાસ માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નવું રેલવે ડિવિઝન બનાવવાના પ્રસ્તાવને પણ મંજૂરી અપાઈ છે.
Comments
Post a Comment