રશિયા સામેનું યુદ્ધ યુક્રેનને ભારે પડ્યું, 45000 સૈનિકો શહીદ, 4 લાખથી વધુ ઈજાગ્રસ્ત
Russia vs Ukrain War Updates | યુક્રેનના પ્રેસિડેન્ટ વોલોદિમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે રશિયા સાથેના યુદ્ધના ત્રણ વર્ષ દરમિયાન તેના લગભગ 45 હજારથી વધારે સૈનિકો માર્યા ગયા છે અને લગભગ ચાર લાખ જવાનો ઇજા પામ્યા છે. જ્યારે કીવ આવેલા બ્રિટિશ વિદેશી સચિવે યુક્રેન માટે ૫.૫ કરોડ પાઉન્ડનું સહાય પેકેજ જાહેર કર્યુ હતુ.
આ પેકેજમાં યુક્રેનથી યુદ્ધગ્રસ્ત સીરિયામાં વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ હેઠળ અનાજ 30 લાખ પાઉન્ડનું અનાજ મોકલવાનો સમાવેશ થાય છે. બ્રિટિશ અધિકારીઓએ જણાવ્યું હતું કે સીરિયા પર પ્રમુખ બશર અલ અસદનું સાસન હતુ ત્યારે તેને રશિયા પાસેથી ઘઉં મળતા હતા.
Comments
Post a Comment