મારી 150 ટકા ટેરિફ લાદવાની ધમકીથી BRICS પડી ભાંગ્યુંઃ ડોનાલ્ડ ટ્રમ્પની શેખી
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે યુએસ ડોલરના પ્રભુત્વને પડકારવાનો પ્રયાસ કરનાર કોઈપણ રાષ્ટ્ર પર 150 ટકા ટેરિફ લાદવાની તેમની તાજેતરની ધમકીને કારણે બ્રિક્સ તૂટી પડયું છે. ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે બ્રિક્સ વૈકલ્પિક ચલણ રચીને ડોલરનું અવમૂલ્યન કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેના પ્રતિસાદમાં તેમણે ચેતવણી આપી હતી કે આવું કોઈપણ પગલું ગંભીર આર્થિક દંડમાં પરિણમશે.
ટ્રમ્પે આ પરિસ્થિતિને અભૂતપૂર્વ ફેરફાર તરીકે વર્ણવીને દાવો કર્યો કે તેમની ટેરિફ ચેતવણીને કારણે બ્રિક્સ રાષ્ટ્રોએ તેમની યોજના પડતી મુકી છે. તેમણે જણાવ્યું કે હવે બ્રિક્સ તરફથી કંઈ સંભળાતુ નથી માટે કહી શકાય કે આ સંગઠન હવે નબળુ પડી ગયું છે.
Comments
Post a Comment