ઇઝરાયલમાં આતંકવાદી હુમલો, બસ સ્ટેશન પર ઉભેલા લોકોને કારથી કચડ્યાં, સાત ઇજાગ્રસ્ત
Israel Terrorist Attack: ઇઝરાયલના હાઇફામાં એક કારે અનેક રાહદારીઓને ટક્કર મારી, જેમાં સાત લોકો ઇજાગ્રસ્ત થયા છે. ડેઇલી મેઇલના અહેવાલ અનુસાર, પોલીસે તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. સુરક્ષા દળોએ હાઇફા શહેરની દક્ષિણે આવેલા કરકુર ખાતેથી આરોપીની ધરપકડ કરી લીધી છે.
આતંકવાદીઓએ છરીઓથી પણ હુમલો કર્યો
પોલીસે જણાવ્યું કે, આતંકવાદીઓએ પહેલા બસ સ્ટેશન પર ઘણા લોકોને કચડી નાખ્યા અને પછી અન્ય લોકો પર છરીઓથી હુમલો કર્યો.
Comments
Post a Comment