દિલ્હીમાં મહિલા નેતાને કમાન સોંપી શકે છે ભાજપ, પરવેશ વર્મા સહિત 5 નામ પણ રેસમાં
Who Will Be New Delhi CM? : દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે બહુમતી સાથે જીત મેળવી આમ આદમી પાર્ટીને સત્તા પરથી ઉતારી દીધી છે અને હવે ભાજપ કોને મુખ્યમંત્રી બનાવશે? તેની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. સૂત્રો મુજબ ભાજપ ધારાસભ્યોમાંથી જ મુખ્યમંત્રીની પસંદગી કરશે. એવા પણ અહેવાલ સામે આવ્યા છે કે, ભાજપ રાજધાનીની કમાન કોઈ મહિલા ધારાસભ્યને પણ સોંપી શકે છે.
દિલ્હીમાં પણ નાયબ મુખ્મયંત્રીનો કોન્સેપ્ટ
ભાજપ દિલ્હીમાં નાયબ મુખ્યમંત્રીની પણ પસંદગી કરી શકે છે, કારણ કે અગાઉની કેટલીક ચૂંટણીઓમાં ભાજપે સત્તા સંભાળ્યા બાદ નાયબ મુખ્યમંત્રીનો કોન્સેપ્ટ જોવા મળ્યો છે.
Comments
Post a Comment