સતત ચાર દિવસ બેંકો બંધ રહેશે! વિવિધ માંગો મુદ્દે યુનિયનોની બે દિવસની હડતાળની જાહેરાત
Bank Strike : બેંક ખાતાધારકોને માર્ચમાં સતત ચાર દિવસ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, કારણ કે બેંક યુનિયનોએ હડતાળની જાહેરાત કરી છે. યુનિયનોએ સપ્તાહના પાંચ દિવસ કામકાજ અને તમામ કેડરમાં પર્યાપ્ત ભરતી સહિત વિવિધ માંગો મુદ્દે રાષ્ટ્રવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. નવ બેંકોના કર્મચારી સંઘોના સંયુક્ત સંગઠન યુનાઈટેડ ફોરમ ઑફ બેંક યુનિયન્સ (UFBU)ની હડતાળના ઉદ્દેશ્યમાં જાહેર ક્ષેત્રની બેંકો (PSB)માં કર્મચારી-અધિકારી નિદેશકોની ભરતી કરવાની પણ માંગ છે.
24-25 માર્ચે બેંક હડતાળ
UFBU આજે (7 ફેબ્રુઆરી) સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, ‘અમે યોગ્ય ચર્ચા-વિચારણા કર્યા બાદ 24 અને 25 માર્ચે સતત બે દિવસ હડતાલ સાથે આંદોલન કાર્યક્રમ યોજવાનો નિર્ણય લીધો છે.
Comments
Post a Comment