દિલ્હીના નવા મુખ્યમંત્રી માથે 'કાંટાનો તાજ'!, આ છે પાંચ સૌથી મોટા પડકાર
Delhi News : દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી 26 વર્ષ બાદ સત્તામાં આવશે, ત્યારે દિલ્હીના નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તા બનશે. આવતીકાલે(20 ફેબ્રુઆરી) રામલીલા મેદાનમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે. જણાવી દઈએ કે, 5 ફેબ્રુઆરીના રોજ મતદાન થયું હતું અને 8 ફેબ્રુઆરીના રોજ પરિણામ જાહેર થયા હતા. જેમાં ભાજપે ત્રણ વખત સરકાર બનાવનાર આમ આદમી પાર્ટીને હરાવીને 48 બેઠકો જીતી છે, ત્યારે ખરાબ રોડ-રસ્તા, તૂટેલી ગટર લાઈનોમાંથી વહેતા ગંદા પાણી, કચરાના ઢગલા અને વિસ્તારોમાં નબળી સ્વચ્છતા વ્યવસ્થાથી પીડાતા લોકોની આશા વર્તાઈ રહી છે. જનતાને એવું લાગે છે કે, ભાજપની સરકાર સત્તામાં આવતાની સાથે તમામ સમસ્યાઓ દૂર થશે. ભારતમાં સરકાર આવતી-જતી રહે છે, પરંતુ સમસ્યાઓ યથાવત રહે છે.
Comments
Post a Comment