ખેડા અને ડાકોરમાં અપક્ષના 12 સભ્યોએ કેસરિયો ધારણ કરતા ભાજપને બહુમતિ
Kheda Nadiad local body election : ખેડા જિલ્લાની પાંચ પાલિકાઓની ચૂંટણીમાં મહેમદાવાદ, મહુધા અને ચકલાસીમાં ભાજપને બહુમતિ મળી હતી. જ્યારે ખેડા અને ડાકોર પાલિકામાં ભાજપ અને અપક્ષ વચ્ચે ટાઈ થઈ હતી. જેથી બંને પાલિકામાં સત્તા મેળવવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું હતું. ગુરૂવારે ખેડાના પાંચ અને ડાકોરના સાત ચૂંટાયેલા અપક્ષ સભ્યોએ ભાજપનો ખેસ ધારણ કરતા બંને પાલિકામાં ભાજપને બહુમતિ મળી ગઈ છે. આગામી સમયમાં ભાજપ દ્વારા તમામ સ્થાનો પર પોતાના હોદ્દેદારોની વરણી કરવામાં આવશે.
Comments
Post a Comment