'આજથી તમારા ખરાબ દિવસો શરૂ', ટ્રમ્પ અને ઝેલેંસ્કી વચ્ચે ઉગ્ર દલીલ, US રાષ્ટ્રપતિએ કહ્યું- 'તમે અમેરિકાનું અપમાન કર્યું'
Ukraine's Zelensky Meets Trump At White House: યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેંસ્કીએ શુક્રવારે (28 ફેબ્રુઆરી, 2025) વ્હાઈટ હાઉસમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ યુક્રેનમાં વર્ષોથી ચાલે રહેલા યુદ્ધમાં સંભાવિત યુદ્ધ વિરામ માટે ચાલી રહેલી વાતચીતના ભાગ તરીકે સંયુક્ત રાજ્ય અમેરિકા માટે ખનિજ કરાર પર ચર્ચા કરી.
આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર રશિયા-યુક્રેન યુદ્ધ પર મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે કહ્યું કે, 'રશિયાની સાથે યુદ્ધ વિરામ પર કૉમ્પ્રોમાઇઝ કરવું પડશે. યુદ્ધ ખોટી દિશામાં જઈ રહ્યું છે.
Comments
Post a Comment