અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયો સાથે શું કરાશે? જાણો કયા કેસમાં ગુનો નોંધાશે
Deport Illegal Immigrants : અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોની પહેલી ખેપનો દેશનિકાલ કરી દેવાયો છે. પાંચમી ફેબ્રુઆરીએ અમેરિકાનું લશ્કરી વિમાન તેમને પંજાબના અમૃતસર એરપોર્ટ પર છોડી ગયું હતું. ભારત પરત મોકલાયેલા 205 ભારતીય નાગરિકોમાં પંજાબ અને હરિયાણા ઉપરાંત ગુજરાતના પણ ઘણા લોકો હતા. અમેરિકાએ પોતાના દેશમાં ગેરકાયદે રહેતા અનેક દેશોના લોકોને પરત મોકલી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ગેરકાયદે રહેતા અનેક લોકો પર જોખમ શરૂ થઈ ગયું છે. ટ્રમ્પ સરકાર નાગરિકતા કાયદા પર ખૂબ જ કડક વલણ અપનાવી રહી છે.
Comments
Post a Comment