હમાસ સાથે યુદ્ધ વિરામ વચ્ચે અમેરિકા રવાના થયા નેતન્યાહૂ, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે ખાસ મુલાકાત
Israel - USA: ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અમેરિકા માટે રવાના થયા છે. મંગળવારે વ્હાઇટ હાઉસમાં તેમની રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત થશે. તેઓ પહેલા એવા વિદેશી નેતા છે, જેમની સાથે ટ્રમ્પ પોતાના બીજા કાર્યકાળમાં પોતાની મુલાકાત કરી રહ્યા છે. નેતન્યાહૂએ રવાના થતા પહેલા જણાવ્યું કે, ટ્રમ્પની સાથે તેઓ 'હમાસ પર જીત', ઈરાનને કાઉન્ટર કરવાની રણનીતિ, રાજદ્વારી સંબંધો અને આરબ દેશોમાં બંને દેશોની સામાન્ય વ્યૂહરચનાઓની ચર્ચા કરશે.
ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ પદના શપથ પહેલા ઈઝરાયલે હમાસની સાથે બંધકોની મુક્તિના સંબંધમાં સીઝફાયર પર સમજૂતી કરી.
Comments
Post a Comment