પાકિસ્તાનને ધૂળ ચટાવનારા પાંચ ભારતીય ધૂરંધર, ચેમ્પિયન્સ ટ્રૉફીના મહામુકાબલામાં સપાટો બોલાવ્યો
Champions Trophy 2025: ભારતે પાકિસ્તાનને હરાવીને ચેમ્પિયન્સ ટ્રૉફીની સેમિફાઈનલ તરફ ડગ માંડ્યા છે. ત્યારે, પાકિસ્તાન માટે હવે ટૂર્નામેન્ટનો રસ્તો ખુબ મુશ્કેલ બની ગયો છે. ભારત માટે આ જીતમાં અનેક ખેલાડીઓએ મહત્ત્વની ભૂમિકા ભજવી. જેમાં પહેલા બોલરોએ પાકિસ્તાનની મહત્ત્વની વિકેટ ઝડપી અને તેના માટે રન બનાવવા મુશ્કેલ કરી દીધા. બેટિંગની વાત કરીએ તો કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે નાની પરંતુ ઇન્પેક્ટફુલ ઈનિંગ રમી. બંનેએ પોઝિટિવ ઇન્ટેન્ટ બતાવતા પાકિસ્તાની બોલરો પર શરૂઆતથી જ પ્રેશર બનાવી દીધું.
Comments
Post a Comment