રશિયા-યુક્રેન યુદ્ધનો અંત? ટ્રમ્પે કહ્યું- પુતિન સાથે સારી ચર્ચા થઈ, ઝેલેન્સ્કીની જરૂર નહોતી
પ્રમુખ ટ્રમ્પે વોલોડોમીર ઝેલેન્સ્કી ઉપર પ્રહારો ચાલુ રાખતાં કહ્યું હતું કે રશિયા સાથે (રિયાધમાં) યોજાયેલી મંત્રણામાં ઝેલેન્સ્કીની હાજરી જરૂરી ન હતી.
ફોક્સ ન્યૂઝને આપેલી મુલાકાતમાં પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે, 'પ્રમુખ પુતિન સાથે ઘણી સારી વાતચીત થઈ હતી, પરંતુ ઝેલેન્સ્કી સાથે (યુક્રેન યુદ્ધનો અંત લાવવા) કોઈ વાતચીત થઈ ન હતી.'આ સાથે તેઓએ કહ્યું હતું કે છેવટે તો પ્રમુખ પુતિન અને ઝેલેન્સ્કીને જ સામસામે બેસી આ યુદ્ધના ઉકેલ માટે મંત્રણા કરવી પડશે.
ટ્રમ્પની આ મુલાકાત તેઓનું યુક્રેન યુદ્ધમાં યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી પ્રત્યેનું વલણ બદલાયેલું સ્પષ્ટ થતું હતું.
Comments
Post a Comment