ઉત્તરાખંડમાં બહારના લોકો નહીં ખરીદી શકે જમીન, વિધાનસભામાં પસાર થયું નવું ભૂમિ વિધેયક


Uttarakhand News: ઉત્તરાખંડ વિધાનસભામાં આજે(21 ફેબ્રુઆરી 2025) પુષ્કર સિંહ ધામી સરકાર દ્વારા રજૂ કરાયેલા ભૂમિ વિધેયકને પાસ કરી દેવાયું છે, જે ઉત્તરાખંડ (ઉત્તર પ્રદેશ જમીનદારી નાબૂદી અને જમીન સુધારણા અધિનિયમ, 1950) સંશોધક વિધેયક, 2025 છે. તેના માટે નવા વિધેયકને લઈને રાજ્યના 13માંથી 11 જિલ્લામાં રાજ્ય બહારના લોકોને કૃષિ અને બાગાયતી જમીન ખરીદવા પર પ્રતિબંધ લગાવી દેવાશે અને બહારના લોકો આ જિલ્લાઓમાં ખેતી માટે જમીન નહીં ખરીદી શકે.

મળતી માહિતી અનુસાર, જે બે જિલ્લામાં આ પ્રતિબંધ લાગુ નથી, તે છે હરિદ્વાર અને ઉધમ સિંહ નગર. આ સંશોધન નગર નિગમ સરહદની બહાર જમીન ખરીદી પર લાગુ થાય છે. રહેણાક ઉપયોગ માટે વગર મંજૂરીએ 250 ચોરસ મીટર જમીન ખરીદવાની મંજૂરી આપતી જોગવાઈ હજુ પણ અમલમાં રહેશે.

Comments

Popular posts from this blog