ટ્રમ્પ અને ઇલોન મસ્કની મુશ્કેલી વધી, અમેરિકાના જ 14 રાજ્યોએ કોર્ટમાં દાખલ કર્યો કેસ
US News: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને સરકારી કાર્યક્ષમતા વિભાગ (DOGE)ના પ્રમુખ ઇલોન મસ્કની મુશ્કેલી વધી ગઈ છે. જો કે, અમેરિકાના 14 રાજ્યોએ ટ્રમ્પ અને મસ્ક વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. જેમાં નવા સરકારી કાર્યક્ષમતા વિભાગના પ્રમુખ તરીકે ઇલોન મસ્કની ભૂમિકાને પડકારવામાં આવી છે. કોર્ટમાં કેસ કરીને આરોપ લગાવાયો છે કે, મસ્કની નિમણૂક અમેરિકન બંધારણની વિરૂદ્ધ છે.
વૉશિંગ્ટન ડીસીમાં સંઘીય કોર્ટમાં ગુરૂવારે દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, 'સરકારને તેમના કર્મચારીઓથી વંચિત કરવા અને એક કલમ અને માઉસના એક ક્લિક કરીને આખા વિભાગોને ખતમ કરવાની મસ્કની અસીમિત અને અનિયંત્રિત શક્તિ, આ દેશની સ્વતંત્રતા જીતનારા માટે ચોંકાવનારી રહી હશે.
Comments
Post a Comment