વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની 13 ફેબ્રુઆરીએ મુલાકાત! ડિનરનું પણ થઈ શકે છે આયોજન
PM Modi US Visit: ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ તેમના દ્વારા લેવાયેલા નિર્ણયોની સાથોસાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની મુલાકાતની પણ ખુબ ચર્ચા થઈ રહી છે. આ બધા વચ્ચે સમાચાર છે કે, બંને મોટા નેતા 13 ફેબ્રુઆરી, 2025ના રોજ મુલાકાત કરી શકે છે. વડાપ્રધાન મોદી આ મહિને અમેરિકાના પ્રવાસે જવાના છે અને આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ તેમના માટે ડિનરનું આયોજન પણ કરી શકે છે.
ખાનગી ન્યૂઝ એજન્સીના રિપોર્ટમાં જણાવાયું છે કે, વડાપ્રધાન મોદી ફ્રાન્સનો પ્રવાસ પૂર્ણ થયા બાદ 12 ફેબ્રુઆરીની સાંજે વૉશિંગ્ટન પહોંચી શકે છે. તેઓ 14 ફેબ્રુઆરી સુધી અમેરિકામાં રહેશે.
Comments
Post a Comment