ટ્રમ્પની ચેતવણી બાદ ઈરાનમાં હાઈએલર્ટ, અમેરિકા-ઈઝરાયેલ દ્વારા હુમલો થવાની આશંકા
Iran High Alert : અમેરિકા અને ઈઝરાયેલ ભેગા મળીને ઈરાનના પરમાણુ સ્થળો પર હુમલો કરવાની તૈયારીમાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જેને ધ્યાને લઈને ઈરાને હાઈએલર્ટ જાહેર કરી દીધું છે. તાજેતરના રિપોર્ટ મુજબ ઈરાની અધિકારીઓને આશંકા છે કે, બંને દેશો તેમના પરમાણુ સ્થળોને નિશાન બનાવી શકે છે. ઈરાને તેની સેનાને એલર્ટ રહેવા આદેશ આપ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે, જોકે આ બાબતની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટી થઈ શકી નથી. નિષ્ણાતોનું કહેવું છે કે, જો આવું થશે તો મધ્ય પૂર્વમાં ગંભીર સ્થિતિ ઉભી થઈ શકે છે.
ઈરાને પરમાણુ સ્થળો પર સેનાનો કાફલો વધાર્યો
Comments
Post a Comment