દેશના વિવિધ ભાગોમાં બદલાશે મૌસમનો મિજાજ, કયાંક બરફ તો કયાંક વરસાદ પડશે
WEATHER NEWS : મૌસમનો મિજાજ બદલાશે એવો હવામાનખાતા દ્વારા વરતારો મળી રહયો છે. દેશમાં રવિ સિઝનના ખેતીના પાક તેના અંતિમ તબક્કામાં છે અથવા તો ફલાવરિંગ સ્ટેજ વટાવી ગયા છે ત્યારે દેશના કેટલાક ભાગોમાં વરસાદ અને બરફ પડવાની શકયતા ઉભી થઇ છે. ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, નોએડા અને મુંબઇમાં વરસાદ થવાની શકયતા જણાય છે. એક નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી પહાડી વિસ્તારોમાં વરસાદની સાથે બરફ પડવાની પણ સંભવના છે.
મૌસમ વિભાગનું માનવું છે કે દિલ્હી અને આસપાસના શહેરોમાં ફરી એક વાર હવામાનમાં પલટો આવશે.
Comments
Post a Comment