રશિયાની શેતાન-2 મિસાઈલનું સુરસુરિયું, લૉન્ચ થતા જ વિસ્ફોટ, પુતિનને આવ્યો ગુસ્સો
Russia Satan-2 Missile : રશિયાની સૌથી ભયાનક અને વિનાશકારી કહેવાતી શેતાન-2 મિસાઈલનું સુરસુરિયું થઈ ગયું છે. રશિયાએ તેને અજેય મિસાઈલ જાહેર કરી હતી. જોકે મિસાઈલ લૉન્ચ થાય તે પહેલા જ લોન્ચ પેડ પર વિસ્ફોટ થઈ ગયો છે. આ ઘટના બાદ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સ્પેસ એજન્સી રોસ્કોસમોસના પ્રમુખને બરખાસ્ત કરી દીધા છે. રશિયાએ અગાઉ દાવો કર્યો હતો કે, અમારા એર ડિફેન્સ ફોર્સને વિશ્વની સૌથી ઘાતક અને અત્યાધુનિક મિસાઈલ સિસ્ટમ અપાઈ છે. 208 ટનની હાઈપરસોનિક મિસાઈલ કોઈપણ ડિફેન્સ સિસ્ટમને અટકાવી શકે છે.
Comments
Post a Comment